News of Thursday, 1st January 2026
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર: ૮ મા પગાર પંચ અંગે અટકળો તેજ: કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાનો સંચાર

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર સરકારની જાહેરાત પર મંડાયેલી છે. પગાર પંચને લઈને સોશિયલ મીડિયા અને કર્મચારી વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, જેમ આજે અન્ય મોટા ફેરફારો લાગુ થયા છે, તેમ ૮ મા પગાર પંચના અમલીકરણને લઈને પણ કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા છે. જોકે સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ માને છે કે આ વર્ષે સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે.
૮ મુ પગાર પંચ લાગુ થવાથી સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થશે, જે વધતી મોંઘવારી સામે રક્ષણ પૂરું પાડશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
