<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી શૂન્ય: ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઈટ્સ પર અસર, એડવાઈઝરી જારી

ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપની સાથે સાથે ગાઢ ધુમ્મસે પણ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને હવાઈ મુસાફરો માટે નવા વર્ષની સવાર મુશ્કેલીભરી રહી હતી.

આજે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીની વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે વિઝિબિલિટી ઘટીને શૂન્ય (ઝીરો) પર પહોંચી ગઈ હતી. 

 

આની સીધી અસર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (આઈજીઆઈ) એરપોર્ટ પરના ફ્લાઈટ ઓપરેશન પર પડી છે. ઓછી વિઝિબિલિટીને કારણે અનેક ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. 

 

એરપોર્ટ પ્રશાસને મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જારી કરીને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લે, જેથી છેલ્લી ઘડીએ હેરાનગતિ ન થાય.

(9:47 AM IST)