News of Thursday, 1st January 2026
PPF, સુકન્યા સહિત નાની બચત યોજનાના વ્યાજ દર યથાવત
નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓને પહેલાની માફક વ્યાજ મળતું રહેશે

નવી દિલ્હી તા.૧: નાણા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી-માર્ચ માટે નાની બચત યોજનાઓનું વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે, તેમાં કોઈ બદલાવ કર્યો નથી. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે કહ્યું કે આ નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓને પહેલાની માફક વ્યાજ મળતું રહેશે. હાલમાં ૩૧ માર્ચ સુધી તો આ વ્યાજ લાગુ રહેશે. જે બાદ આગામી ત્રિમાસિક માટે નવેસરથી વ્યાજદર નક્કી કરવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓ માટે શરૂ કરેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પર આગામી ત્રિમાસિક માટે પણ રોકાણકારોને ૮.૨૦ ટકાનું વ્યાજદર મળતું રહેશે. આ યોજનામાં ખાલી ૨૫૦ રૂપિયાની મામૂલી રકમથી પણ ખાતું ખોલાવી શકે છે. યોજના પર આપને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, જે લાંબા સમયમાં પૈસા ખૂબ જ ઝડપથી વધે છે. તેમાં વાર્ષિક ૧.૫ લાખ સુધી રોકાણ થઈ શકે છે અને ખાતું ખોલાવવાની ઉંમર દીકરીના જન્મથી લઈને ૧૦ વર્ષ સુધીની હોય છે.
Three Year Term Deposit :પોસ્ટ ઓફિસની ત્રણ વર્ષવાળી જમા યોજનાના વ્યાજદર આગામી ત્રિમાસિક માટે ૭.૧ ટકા જાળવી રાખ્યા છે. તેના પર કોઈ જોખમ રહેતું નથી, કેમ કે તેને સરકારની ગેરન્ટી મળે છે. આ યોજના એકદમ એફડીની માફક હોય છે. તેમાં ન્યૂનતમ ૧૦૦૦ રૂપિયાથી લઈ ગમે તેટલી રકમ જમા કરી શકાય છે. બેન્ક જ્યાં મોટા અમાઉન્ટ પર ઓછું વ્યાજ આપે છે, તો વળી આ યોજનામાં ગમે તેટલી રકમ હોય, વ્યાજ એટલું જ રહેશે.
Public Provident Fund: પીપીએફ યોજનાની શરૂઆત મોદી સરકારે દેશના તમામ નાગરિકો માટે કરી હતી અને તેના વ્યાજદર પણ ૭.૧ ટકા પર જાળવી રાખ્યા છે. યોજનાની ખાસ વાત એ છે કે તેમાં જમા કરેલી ૧.૫ લાખ રૂપિયાની રકમ પર ઇન્કમ ટેક્સની કલમ ૮૦સી અંતર્ગત છૂટ પણ મળે છે. કમ્પાઉન્ડિંગનો લાભ મળવાના કારણે તેમાં લગાવેલા પૈસા લાંબા ગાળે મોટું ફંડ બનાવી શકે છે.
Kisan Vikas Patra : કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી યોજનામાં ભલે કિસાન શબ્દ આવતો હોય, પણ તેનો મતલબ એ નથી કે આ યોજના ખાલી ખેડૂતો માટે છે. તેમાં દેશના કોઈ પણ નાગરિક રોકાણ કરી શકે છે. સરકારે આગામી ત્રિમાસિક માટે તેના વ્યાજદર ૭.૫ ટકા નક્કી કરી દીધું છે. આ યોજનાની મેચ્યોરિટી ૧૧૫ મહિના એટલે કે લગભગ ૯.૭ વર્ષ હોય છે. તેમાં ન્યૂનતમ ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને અધિકતમ રકમની કોઈ મર્યાદા નથી.
National Savings Certificate: રાષ્ટ્રીય બચત પત્ર એટલે કે એનએસસી પર પણ સરકારે આગામી ત્રિમાસિક સુધી ૭.૭ ટકાના વ્યાજદર નક્કી કરી દીધા છે. તેમાં ખાલી ૧૦૦૦ રૂપિયાના રોકાણથી બચત પત્ર ખરીદી શકાય છે, જ્યારે અધિકતમ રોકાણની કોઈ મર્યાદા નથી. સગીર રોકાણકારો માટે તેમના માતા-પિતાના નામથી ખરીદી શકાય છે. જ્યારે તેમાં વ્યક્તિ સાથે એચયૂએફ અને ટ્રસ્ટને પણ રોકાણનો મોકો મળે છે, પણ એનઆરઆઈને નથી મળતો.
Monthly Income Scheme: રિટાયર્ડ અને વૃદ્ધ માટે ખાસ કરીને શરૂ કરેલી આ યોજનામાં દર મહિને રિટર્નની ચુકવણી થાય છે. તેને માસિક આવક યોજના માટે પણ માર્ચ, ૨૦૨૬ સુધી ૭.૪ ટકાનું વ્યાજદર જાળવી રાખ્યા છે. આ યોજનામાં ૧૦૦૦ રૂપિયાથી લઈને ૯ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો જોઈન્ટ ખાતું ખોલાવવામાં આવે તો ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. લોક ઇન પીરિયડ ૫ વર્ષનો હોય છે અને મેચ્યોરિટી પર મૂળ રકમની ચુકવણી થાય છે, જ્યારે વ્યાજ આપને પહેલા જ દર મહિને આપી દેવામાં આવે છે.(૩૮.૧૨)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
