ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
વર્ષ દરમિયાન સેન્સેક્સમાં ૯%, નિફટીમાં ૧૦.૫%નો વધારો
વર્ષ દરમિયાન સેન્સેક્સમાં કુલ ૭,૦૮૦ પોઈન્ટનો વધારો થયો હતો

મુંબઈ,તા.૦૧: સતત પાંચ સેશનમાં ઘટયા બાદ ૨૦૨૫ના અંતિમ દિવસે શેરબજારમાં આકર્ષક વધારો થયો હતો. ૨૦૨૫માં બજારમાં ભારે અસ્થિરતા અને વોલેટાલિટી જોવા મળી હતી. ત્યારે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ના બજારના પ્રદર્શન સહિત વાર્ષિક ધોરણે સેન્સેક્સમાં નવ ટકાનો વધારો થયો હતો. વર્ષ દરમિયાન સેન્સેક્સમાં કુલ ૭,૦૮૦ પોઈન્ટનો વધારો થયો હતો.
વર્ષ અગાઉ એટલે કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સેન્સેક્સ ૭૮,૧૩૯ પર બંધ રહ્યો હતો. જયારે વાર્ષિક ધોરણે નિફટી ૫૦માં ૨,૪૮૫ પોઈન્ટ એટલે કે, ૧૦.૫ ટકાનો વધારો થયો હતો. વર્ષ પહેલાં એટલે કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નિફટી ૨૩,૬૪૫ પોઈન્ટ પર બંધ થયો હતો. દરમિયાન નિફટી મિડકેપ ૧૦૦માં સમગ્ર વર્ષમાં ૫.૭ ટકાનો વધારો થયો હતો. સતત છઠ્ઠા વર્ષમાં નિફટી મિડકેપ ઈન્ડેક્સે વધારાની ચાલ જાળવી રાખી હતી. જયારે નિફટી સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં વર્ષ દરમિયાન ૫.૬ ટકાનો ઘટાડો થયો હતો. આ વધારાને કારણે વર્ષ દરમિયાન રોકાણકારોની મૂડીમાં ૩૩ લાખ કરોડનો વધારો થયો હતો, કેમ કે, બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી રૂ.૪૪૩.૪૭ લાખ કરોડથી વધીને રૂ.૪૭૯.૩૦ લાખ કરોડ થઈ હતી.
વર્ષ દરમિયાન સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં મીડિયા, રિયલ્ટી અને આઈટી સેક્ટરમાં સૌથી વધુ ૧૨ ટકાથી ૨૦ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. જ્યારે પીએસયુ બેંક, મેટલ અને ઓટો સેક્ટર ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જેમાં વર્ષ દરમિયાન ૨૩ ટકાથી ૩૦ ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક પ્રતિકૂળ સ્થિતિ, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને સ્થાનિક મુદ્દાને કારણે વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. વધતી જતી અસ્થિરતા છતાં પહેલી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સેન્સેક્સ અને નિફટીએ સર્વકાલીન હાઈ સપાટી બનાવી હતી.
પહેલી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સેન્સેક્સ ૮૯,૧૫૯.૦૨ પોઈન્ટ અને નિફટી ૨૬,૩૨૫.૮૦ પોઈન્ટના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા હતા. એપ્રિલમાં સૌ પ્રથમ વખત સેન્સેક્સે ૮૦,૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરી હતી. જ્યારે સપ્ટેમ્બરમાં થોડા સમય માટે નિફટી ૨૫,૦૦૦ પોઈન્ટની ઉપર ટ્રેડ થયો હતો. ૨૦૧૫માં નિફટીએ ચાર ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું હતું. જ્યારે ૨૦૧૭માં સૌથી વધુ ૨૯ ટકાનું રિટર્ન આપ્યું હતું.(૪૦.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
