News of Thursday, 1st January 2026
વર્ષ ૨૦૨૫માં રોકાણકારોની સંપત્તિ રૂ.૩૦.૨૦ લાખ કરોડ વધી
૨૦૨૫માં સેન્સેક્સ-નિફટીમાં ૮૧૦ ટકાનો વધારોઃ FIIsએ રેકોર્ડ રૂ.૧.૬ લાખ કરોડ કાઢયા

મુંબઈ,તા.૦૧: વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, ટેરિફને લઈને અનિヘતિતા, ઊંચું વેલ્યુએશન અને રૂપિયાની નબળાઈ જેવા અનેક પડકારો હોવા છતાં આ વર્ષે BSE સેન્સેક્સમાં ૮ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો હતો. તેને પરિણામે દલાલ સ્ટ્રીટના રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ.૩૦.૨૦ લાખ કરોડનો વધારો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે મજબૂત ઘરેલુ રોકાણકારોનું સમર્થન અને મજબૂત આર્થિક પરિસ્થિતિખાસ કરીને જીડીપી વૃદ્ધિ દરમાં તેજીને કારણે શેરબજારે સારો દેખાવ કર્યો હતો.
ઇનક્રેડ વેલ્થના CEO નીતિન રાવે કહ્યું હતું કે વિદેશી રોકાણકારોની વેચવાલી એક મોટો પડકાર રહી, છતાં બજારની મજબૂતી સ્પષ્ટ રીતે જોવા મળી હતી. ૨૦૨૫માં ભારતીય બજાર માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાં મજબૂત ઘરેલું રોકાણકારોનું સમર્થન રહ્યું હતું.
BSEનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૨૯ ડિસેમ્બર સુધીમાં ૬૫૫૬.૫૩ અંક એટલે કે ૮.૩૯ ટકા વધ્યો. પહેલી ડિસેમ્બરે તેણે ૮૬,૧૫૯.૦૨નો ઉચ્ચતમ સ્તર હાંસલ કર્યો. આ વર્ષે અત્યાર સુધી BSE માં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ (MCap) રૂ. ૩૦,૨૦, ૩૭૬.૬૮ કરોડ વધીને રૂ. ૪,૭૨, ૧૫,૪૮૩.૧૨ કરોડ (લગભગ ૫૨૫૦ અબજ અમેરિકી ડોલર) થયું હતું. BSEની કંપનીઓનું માર્કેટ કેપ ગયા વર્ષે એપ્રિલમાં પ્રથમ વખત રૂ. ૪૦૦ લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો.
ઘણા વર્ષો સુધી ડબલ ડિજિટ મજબૂત રિટર્ન બાદ, આ વર્ષે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સરખામણીમાં મર્યાદિત વૃદ્ધિ જોવા મળી. સેન્સેક્સ અને નિફટીમાં સમગ્ર વર્ષ દરમિયાન આશરે ૮૧૦ ટકા વધારો નોંધાયો હતો. વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ, વિદેશી મૂડીની નિકાસ અને વેલ્યુએશનમાં સુધારાની વચ્ચે આ પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું.
વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ, ટેરિફ સંબંધિત અનિヘતિતા અને અમેરિકાની કેન્દ્રીય બેંકની વ્યાજદરો અંગે બદલાતી અપેક્ષાઓએ પણ બજાર પર અસર કરી. ૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રેકોર્ડ રૂ. ૧.૬ લાખ કરોડ (લગભગ ૧૮ અબજ અમેરિકી ડોલર) પરત ખેંચ્યા હતા. (૪૦.૯)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
