<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સ્‍વીસ રિસોર્ટમાં બોંબ ધડાકોઃ ૪૦ના મોત

નવા વર્ષની ઉજવણી લોહિયાળ બનીઃ જશ્‍ન માતમમાં ફેરવાયોઃ ૧૦૦થી વધુ ઘાયલઃ ઘડાકા બાદ આગ લાગીઃ પોલીસે ૧૦નો મૃત્‍યુઆંક જાહેર કર્યોઃ બારમાં ૪૦૦ લોકોની હતી ક્ષમતાઃ રાત્રે ૧૨-૩૦ની ઘટના

બર્ન, તા.૧: નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્‍વિટ્‍ઝરલેન્‍ડના સ્‍કી રિસોર્ટ શહેર ક્રાન્‍સ-મોન્‍ટાનામાં ભયાનક બ્‍લાસ્‍ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્‍યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત પણ થયા છે. ‘લે કોન્‍સ્‍ટેલેશન' બારમાં ભયાનક બ્‍લાસ્‍ટ થતાં સમગ્ર વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ગુરુવારે સ્‍વિસ આલ્‍પાઇન સ્‍કી રિસોર્ટ ક્રેન્‍સ-મોન્‍ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્‍ફોટ થયો હતો. સ્‍થાનિક મીડિયાને ટાંકીને, ધ મિરરે અહેવાલ આપ્‍યો છે કે ૪૦ લોકો માર્યા ગયા છે અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, સ્‍થાનિક સમય મુજબ રાત્રે ૧:૩૦ વાગ્‍યે કોન્‍સ્‍ટેલેશન બારમાં વિસ્‍ફોટ થયો હતો. વિસ્‍ફોટ સમયે ૪૦૦ થી વધુ લોકો હાજર હતા. માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની રાષ્‍ટ્રીયતા હજુ સુધી જાણી શકાઈ નથી.પોલીસ અને કટોકટી ટીમો ઘટનાસ્‍થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. વિસ્‍ફોટનું કારણ હાલમાં તપાસ હેઠળ છે. સમગ્ર વિસ્‍તારને નો-ફ્‌લાય ઝોન જાહેર કરવામાં આવ્‍યો છે.

સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડમાં એક લક્‍ઝરી આલ્‍પાઇન સ્‍કી બારમાં નવા વર્ષના દિવસે થયેલા વિસ્‍ફોટમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે. ક્રેન્‍સ મોન્‍ટાના શહેરમાં સ્‍વિસ પોલીસે જણાવ્‍યું હતું કે વિસ્‍ફોટનું કારણ જાણી શકાયું નથી. સ્‍કાય ન્‍યૂઝે સ્‍થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્‍યું હતું કે આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે. સ્‍કાય ન્‍યૂઝ અનુસાર, અધિકારીઓ હાલમાં તેને આતંકવાદી ઘટના તરીકે ગણી રહ્યા નથી.

વિસ્‍ફોટથી ઘટનાસ્‍થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો પાડતા અને બહાર દોડતા જોવા મળ્‍યા હતા. પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી અને રિસોર્ટમાં લાગેલી આગને ઓલવવાનો -યાસ કર્યો. વિસ્‍ફોટને કારણે રિસોર્ટમાં મોટી આગ લાગી હતી, જેમાં ૪૦૦ લોકોની ક્ષમતા હતી. સ્‍વિસ ન્‍યૂઝ આઉટલેટ બ્‍લિક અનુસાર, વિસ્‍ફોટ અને ત્‍યારબાદ આગ કોન્‍સર્ટ દરમિયાન વપરાતા ફટાકડાને કારણે લાગી હોઈ શકે છે.

પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્‍બ્‍યુલન્‍સ ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગઈ. ઘાયલોને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવ્‍યા, જ્‍યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સાવચેતી તરીકે, વિસ્‍ફોટ સ્‍થળ અને આસપાસના વિસ્‍તારને સીલ કરી દેવામાં આવ્‍યો છે.

ક્રેન્‍સ-મોન્‍ટાના એ સ્‍વિસ આલ્‍પ્‍સમાં સ્‍થિત એક વૈભવી સ્‍કી રિસોર્ટ છે. સ્‍વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર સ્‍થિત, તે દર વર્ષે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓને આકર્ષે છે, ખાસ કરીને શિયાળા અને નવા વર્ષની મોસમ દરમિયાન.

આ રિસોર્ટ જાન્‍યુઆરીના અંતમાં FIS વર્લ્‍ડ કપ સ્‍પીડ સ્‍કીઇંગ સ્‍પર્ધાનું આયોજન કરે છે. (રર.૧૮)

(2:54 PM IST)