<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્‍યવસ્‍થા બન્‍યું, આત્‍મનિર્ભર ભારતની ગતિ તેજ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી માટે ૨૦૨૫નુ વર્ષ કેવું રહ્યું....?? : આર્થિક સુધારા માટે જીએસટીમાં આપી મોટી રાહત, રાષ્ટ્રીય સુરક્ષાને આપ્‍યું પ્રાધાન્‍ય, વિદેશ નીતિથી ભારતનો વાગ્‍યો ડંકો, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સતત વિકાસ, ખેડૂતોને આવક સુરક્ષા, કૃષી અને ગ્રામ વિકાસ, ગ્રીન એનર્જી અને પર્યાવરણ ઉપર સતત આપ્‍યો ભાર , ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની ઓળખાણ કરાવી, આકાશગંગાથી માંડીને ચિપ સુધીની મોટી શોધો, ૯૭૦૦૦ કરોડના લશ્‍કરી પ્રોજેક્‍ટ્‍સને મંજુરી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપી :  વીતતું ૨૦૨૫ નુ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માટે કેવું રહ્યું...??, દેશ ને કેટલી સ્‍પીડ થી પ્રગતિ ના પંથે આગળ ધપાવ્‍યો...? ક્‍યાં ક્‍યાં પડકારો આવ્‍યા...?? અને એ પડકારો ને કેવી રીતે પહોંચી વળ્‍યા...? આવો આપણે જોઈએ..

નરેન્‍દ્રભાઇ મોદી આ વર્ષ માં જ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા પરંતુ જોઈતી બહુમતીના મળતા નીતીશ કુમાર અને ચંદ્રા બાબુ નાયડુ નો ટેકો લઈ સરકાર બનાવી પરંતુ આમાં પણ નરેન્‍દ્ર ભાઈ જાણે વધુ મજબૂત બન્‍યા.

નરેન્‍દ્રભાઇ મોદી પાસે અગાઉ થી જ વર્ષ ૨૦૨૫ માટે પ્‍લાન તૈયાર હતો અને વર્ષ ના શરૂવાત થી જ એ આયોજન ઉપર ફોકસ કર્યું, વિકસિત ભારતના મંત્ર ને સાર્થક બનાવવા અલગ નીતિ ઓ બનાવી એના ઉપર અમલ શરૂ કર્યો તેમની પાસે ૨૦૨૫નું જ નહિં વર્ષ ૨૦૪૭ સુધીના કાર્યોનો રોડ મેપ તૈયાર છે.

વર્ષ ૨૦૨૫નું ‘‘મોદી સરકાર રિપોર્ટ કાર્ડ'' જોઈએ તો નરેન્‍દ્ર ભાઈએ સૌથી વધુ ભાર આર્થિક સુધારા તરફ આપ્‍યો, જેને પરિણામે વર્ષ ૨૦૨૫માં જાપાનને પાછળ રાખીને અર્થવ્‍યસ્‍થામાં ભારત વિશ્વમાં ચોથા સ્‍થાને આવ્‍યું છે, જેનો સીધો અર્થ એ નીકળે કે દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને આજે વિશ્વ ભારત ઉપર વિશ્વાસ ધરાવે છે, ત્‍યાર બાદ કૃષિ ક્ષેત્રમાં લીધા પગલા જેનાથી ખેડૂતોને થયો ફાયદો, સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્‍યાનમાં લઈને આગળ ધપ્‍યા, દેશની સાથે વિદેશ રાજનીતીને પણ બેલેન્‍સ કરતા જોવા મળ્‍યા, અમેરિકાના અનેક ધમપછાડા ને ગણકાર્યા વિના દેશ હિત માટેના ઝૂક્‍યા અને કૂટ નીતિથી જડબાતોડ જવાબ આપતા ગયા, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અદ્યતન અને મજબૂત હશે તો દેશ જરૂર આગળ વધશે તે મંત્ર થી જ આગળ વધ્‍યા અને એમનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ વર્ષ ૨૦૨૫માં લીધેલા પ્રજાહિત ના અગત્‍ય ના નિર્ણયો જોઈએ તો... સૌથી અગત્‍ય નો નિર્ણય ઈન્‍કમટેક્‍સના સ્‍લેબમાં કર્યો બદલાવ નવો આવક કર કાયદોલાગુ કર્યો, (ઈન્‍કમટેક્ષ એક્‍ટ ૨૦૨૫ )

૧૯૬૧નું જૂનું આવક કર કાયદો બદલાવ્‍યો અને નવું સરળ, ટેક્રોલોજી આધારિત ન્‍યાયપાલીકરણ આપતું કાયદો લાગુ કર્યું, જેથી રૂા.૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્‍સ નહીં.

જીએસટી દરમાં મોટો સુધારો  (જીએસટી ૨.૦ )

જીએસટી ની પદ્ધતિને સુધારી શકાતી બે ટેક્‍સ સ્‍લેબ (૫% અને ૧૮%) સાથે મોરિયાટોઅલ જરૂરીયાતો દૂર કરવા જેવી વ્‍યવસ્‍થા ઉભી જેનાથી વેપારીઓ અને ગ્રાહકો માટે સરળતા થઈ પડી મોંઘવારી માં રાહત સાથે ખરીદ શક્‍તિ વધી.

મધ્‍યમ વર્ગ માટે ટેક્‍સમાં છૂટછાટ અને સામાન્‍ય લોકોના ખર્ચ બદલાને જવાબ આપતી નીતીઓ, જેથી ઘરના ખર્ચ માટે વધુ બચત રહે. ૧૦૦% વિદેશી સીધો રોકાણ (FDI) વીમા સેક્‍ટર

વીમા ક્ષેત્રમાં હવે ૧૦૦% વિદેશી રોકાણને મંજૂરી આપી, જેથી સ્‍પર્ધા અને સેવા ઓ માં સુધારો થશે. ?

સિક્‍યોરિટીઝ માર્કેટ કોડ બિલ

એસ ઈ બી આઈ અને વિત્તીય બજાર માટે એક નવી, આધુનિક સંરચના પ્રસ્‍તાવિત, જેનાથી રોકાણકાર સુરક્ષા અને બજાર પારદર્શિતા માં વધારો કરશે.

મજૂરો અને રોજગાર કાયદાઓમાં રિફોર્મ જૂનાં મજૂર કાયદાઓને નવીન બનાવી ૪ મુખ્‍ય કોડ સાથે કામ કરવાની વ્‍યવસ્‍થા, જે મેન્‍યુફેક્‍ચરિગ અને રોજગારને મજબૂત બનાવશે.

સમાજ માટે રોસ્‍ટ ગેરન્‍ટી સ્‍કીમ  (વી બી રામ જી)

મનરેગાને બદલીને નવી કાર્ય ગેરન્‍ટી વાળી યોજના જે વધુ કાર્યદિવસ અને અતિગ્રામ્‍ય રોજગારી તક આપે છે.

પર્યાવરણને સુસંગત ઊર્જા અને (શાંતિ બિલ)

ન્‍યુક્‍લિયર ઉર્જા ક્ષેત્રને સ્‍થાન અને ખાનગી રોકાણ માટે ખુલ્‍લું કરવાની દિશામાં પગલું જે ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત કરશે. નિકાસ  પ્રોત્‍સાહન મિશન યોજનાનું પ્રારંભ

નિકાસને મજબૂત કરવા માટે નવા યુક્‍તિ અને બજાર પ્રવેશ સહાય યોજના જાહેર કરાયેલ છે, જેમાં ખાસ  એમએસએમઇ અને નિકાસકારો માટે ટેક્‍સ અને સહાય.

મુખ્‍ય આર્થિક વિકાસ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટ્‍સ ની મંજૂરી

નેશનલ હાઇવે અને અન્‍ય મોટા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ પ્રોજેક્‍ટસ ને મંજૂરી આપવી  જેમાં દેશમાં યાત્રા સમય ઘટાડો અને આર્થિક વિકાસ વધારવાનો હેતુ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈને વર્ષ ૨૦૨૫ માં આવેલ મુખ્‍ય પડકારો અને તેની સામે સરકારે લીધેલા પગલાને જોઈએ તો પડકાર અને તેની સામે લેવામાં આવેલા પગલાં (૨૦૨૫)

પડકારઃ મોંઘવારી અને જીવન ખર્ચમાં વધારો

ખાદ્યતેલ, દાળ, શાકભાજી, ઇંધણ અને દૈનિક ઉપયોગની વસ્‍તુઓ મોંઘી થવાથી સામાન્‍ય લોકો પર ભાર પડ્‍યો.

સરકારના પગલાં: આવશ્‍યક વસ્‍તુઓ પર સ્‍ટોક મર્યાદા અને ભાવ નિયંત્રણ ઇંધણ પર એક્‍સાઈઝ ડ્‍યુટીમાં આંશિક રાહત મફત અનાજ યોજના (PMGKAY) ચાલુ રાખી ખેડૂત ઉત્‍પાદન વધારવા માટે ખાતર અને બીજ પર સબસિડી

પડકારઃ યુવા બેરોજગારી અને રોજગાર સર્જન

યુવાનો માટે સ્‍થિર અને કુશળ નોકરીઓની અછત.  સરકારના પગલાઃ પીએલઆઇ સ્‍કીમ દ્વારા મેન્‍યુફેક્‍ચરિગમાં રોજગાર સ્‍કીલ ઈન્‍ડિયા ૨.૦ દ્વારા નવી ટેકનોલોજી આધારિત તાલીમ સ્‍ટાર્ટઅપ્‍સ માટે ફંડિગ, ટેક્‍સ છૂટછાટ અને સરળ નિયમો ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટ્‍સ દ્વારા લાખો સીધી-અપરોક્ષ નોકરીઓ

પડકારઃ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ

સરહદી તણાવ, આતંકી પ્રવૃત્તિઓ અને આંતરિક સુરક્ષા પડકાર. સરકારના પગલાં:  સરહદ પર અદ્યતન ટેકનોલોજી અને ડ્રોન નજર આતંકવાદ સામે ઝીરો ટોલરન્‍સ નીતિ રક્ષણ ક્ષેત્રે આત્‍મનિર્ભર ભારત હેઠળ દેશી હથિયાર ઉત્‍પાદન જમ્‍મુ-કાશ્‍મીરમાં વિકાસ અને સુરક્ષા સાથે આગળ વધવું

 પડકારઃ વિપક્ષી દબાણ અને સંસદીય અવરોધ

મહત્‍વના કાયદા અને સુધારા ઓમાં રાજકીય વિરોધ. સરકારના પગલાં: સંવાદ અને ચર્ચા દ્વારા સહમતિ બનાવવાનો પ્રયાસ ડિજિટલ ગવર્નન્‍સ અને નીતિ સ્‍પષ્ટતા જનસમર્થન માટે સીધો સંવાદ (મન કી બાત અને જનસભાઓ) સુધારાઓને તબક્કાવાર અમલમાં મૂક્‍યા

પડકારઃ કેન્‍દ્રરાજ્‍ય સંબંધો અને ફેડરલ તણાવ કેટલાક રાજ્‍યો સાથે નાણાંકીય અને રાજકીય મતભેદ. સરકારના પગલાં: જીએસટી કાઉન્‍સિલ દ્વારા સહયોગી નિર્ણય પ્રક્રિયા વિકાસ યોજનાઓમાં રાજ્‍યોને ભાગીદાર બનાવ્‍યા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ફંડિગ અને ગ્રાન્‍ટ્‍સ ‘‘સહકારી સંઘવાદ'' પર મૂક્‍યો ભાર.

વર્ષ ૨૦૨૫માં નરેન્‍દ્રભાઇ મોદીની અદભૂત નેતૃત્‍વ શૈલીનો પરચો જોવા મળ્‍યો જેમકે,મજબૂત નિર્ણય ક્ષમતા,લાંબા ગાળાની યોજના ... હવે ૨૦૪૭નું વિઝન ધરાવે છે,સંગઠન અને સરકાર વચ્‍ચે સંતુલન, ટેક્રોલોજી આધારિત ગવર્નન્‍સ ,રાષ્ટ્રીય ગૌરવ અને વૈશ્વિક માન્‍યતા મળી, મળેલા પડકારોનો સામનો કરતા ગયા અને સફળતા મેળવતા ગયા

એકંદરે વર્ષ ૨૦૨૫ નરેન્‍દ્રભાઇ મોદી માટે ‘‘સ્‍થિરતા તેમજ સુધારા અને વૈશ્વિક લીડરશિપ'' નું વર્ષ રહ્યું.(૩૮.૨૪)

 

(1:38 PM IST)