News of Thursday, 1st January 2026
દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ ૨૦૨૭થી દોડશે
૫ ફેઝમાં બુલેટ ટ્રેન દોડશેઃ પ્રથમ તબક્કો સુરત અને બીલીમોરા વચ્ચેઃ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી

નવીખ દિલ્હી, તા.૧: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને પ્રશ્ન છે કે આખરે કયારે દેશની બુલેટ ટ્રેન દોડશે? આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જેનો રુટ સુરત થી બીલીમોરા હશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ પહેલા સુરત થી બીલીમોરા (નવસારી) વચ્ચે દોડશે, ત્યાર બાદ બીજા ફેઝમાં વાપીથી સુરત, ત્રીજામાં વાપી થી અમદાવાદ, ચોથા ફેઝમાં થાણે થી અમદાવાદ છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે શરૂ થશે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
