હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પર્યટકો માટે લોટરી લાગી: દક્ષિણ કોરિયાએ ભારતીય ગ્રુપ પ્રવાસીઓ માટે વિઝા ફી માફીની મુદત વધારી, હવે જૂન 2026 સુધી મફત એન્ટ્રી
ભારત સહિત 6 દેશોના પ્રવાસીઓને થશે સીધો ફાયદો; ઉનાળાની સીઝન પહેલા પ્રવાસનને વેગ આપવા કોરિયન સરકારનો મોટો નિર્ણય - 'C-3-2' વિઝા માટે હવે નહીં ચૂકવવો પડે વધારાનો ચાર્જ

સોલ (દક્ષિણ કોરિયા): તા.૦૧: જો તમે આ વર્ષે તમારા મિત્રો અથવા પરિવાર સાથે દક્ષિણ કોરિયાના પ્રવાસે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દક્ષિણ કોરિયા સરકારે ભારત સહિત છ એશિયાઈ દેશોના જૂથ પ્રવાસીઓ (Group Tourists) માટે વિઝા પ્રોસેસિંગ ફી માફીની યોજનાને જૂન ૨૦૨૬ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને આકર્ષવાનો છે.
કયા દેશોને મળશે આ લાભ?
દક્ષિણ કોરિયાના નાણામંત્રી કૂ યુન-ચેઓલે આ મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત ઉપરાંત ચીન, વિયેતનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને કંબોડિયાના પ્રવાસીઓ આ માફીનો લાભ મેળવી શકશે. અગાઉ આ યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને વધુ છ મહિના માટે લંબાવી દેવામાં આવી છે.
ખિસ્સા પરનો બોજ ઘટશે
હાલમાં, 'C-3-2' કેટેગરીના ગ્રુપ વિઝા માટે પ્રોસેસિંગ ફી આશરે ૧૮,૦૦૦ વોન (આશરે ૧,૦૫૦ થી ૧,૧૦૦ ભારતીય રૂપિયા) વસૂલવામાં આવે છે. વિઝા ફી માફીના આ નિર્ણયથી મોટા પ્રવાસ જૂથોને આર્થિક રાહત મળશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે. સરકાર માને છે કે આનાથી ખાસ કરીને ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવશે.
પ્રવાસન ક્ષેત્રમાં આર્થિક પુનઃપ્રાપ્તિનો લક્ષ્ય
દક્ષિણ કોરિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ, કોરોના મહામારી પછી પ્રવાસન ક્ષેત્રમાં જે મંદી આવી હતી, તેમાંથી હવે દેશ બહાર આવી રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં વિદેશી પર્યટકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. K-Pop અને કોરિયન ડ્રામાના વધતા ક્રેઝ વચ્ચે, ભારત દક્ષિણ કોરિયા માટે એક ઉભરતું બજાર છે, તેથી ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે આ વિશેષ છૂટછાટ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
