હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવા વર્ષે ડોલર સામે રૂપિયો લથડ્યો: 2026 ના પ્રથમ દિવસે જ ભારતીય ચલણમાં નરમાઈ, ₹90 ની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચ્યું મૂલ્ય
કોર્પોરેટ કંપનીઓની ડોલર ડિમાન્ડ વધતા રૂપિયા પર દબાણ; 2025 માં 4.72 ટકાના ઘટાડા બાદ હવે નવા વર્ષે સ્થિરતા માટે 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિ - જાણો નિષ્ણાતોનો અંદાજ

મુંબઈ: તા.૦૧: ભારતીય રૂપિયા માટે નવા વર્ષ ૨૦26ની શરૂઆત સાવચેતીભરી અને નબળી રહી છે. વર્ષના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં યુએસ ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે રજાઓના માહોલને કારણે બજારમાં વોલ્યુમ ઓછું હોવા છતાં, ભારતીય કોર્પોરેટ કંપનીઓ દ્વારા ડોલરની સતત માંગને કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રેકોર્ડ નીચલી સપાટી તરફ રૂપિયો
ગુરુવારે ટ્રેડિંગની શરૂઆતમાં રૂપિયો પ્રતિ ડોલર 89.95 પર ખુલ્યો હતો, જે પાછલા બંધ (89.87) કરતા નબળો હતો. દિવસ દરમિયાન ચલણ સાંકડી રેન્જમાં રહ્યા બાદ અંતે ૦.૧ ટકા ઘટીને 89.97 પર સ્થિર થયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે જો રૂપિયો 90ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડશે, તો આવનારા દિવસોમાં વધુ દબાણ જોવા મળી શકે છે.
2025 નું વર્ષ રૂપિયા માટે મુશ્કેલ રહ્યું
ઉલ્લેખનીય છે કે ગયું વર્ષ (૨૦૨૫) ભારતીય રૂપિયા માટે ૨૦૨૨ પછીનું સૌથી ખરાબ વર્ષ સાબિત થયું હતું. ૨૦૨૫માં રૂપિયો ૪.૭૨ ટકા જેટલો ઘટ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી રેકોર્ડબ્રેક ભંડોળ પાછું ખેંચી લેવાને કારણે રૂપિયા પર સતત નકારાત્મક અસર પડી હતી. હવે ૨૦૨૬માં વિદેશી રોકાણ (FII) ફરી પાછું આવે છે કે કેમ તેના પર બજારની નજર છે.
શું છે નિષ્ણાતોનો મત?
FX સલાહકાર પેઢીના મેનેજિંગ ડિરેક્ટર અમિત પાબારીના જણાવ્યા અનુસાર, ભારત પાસે વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર (Forex Reserve) હોવાથી મોટી અસ્થિરતા આવવાની શક્યતા ઓછી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર સોદાઓ રૂપિયા માટે બૂસ્ટર સાબિત થઈ શકે છે. નજીકના ગાળામાં રૂપિયો 89.30 થી 90.20 ની રેન્જમાં જ વેપાર કરે તેવી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
