<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પોલીસે પકડેલો ૨૦૦ કિલો ગાંજો ઉંદરે ફુંકી માર્યો

પૂરાવા ન મળતા કોર્ટે આરોપીને છોડી મુક્યોઃપોલીસની આ રિપોર્ટને ધ્યાનમાં લેતા કોર્ટે કેસમાં આરોપીના પૂરાવાના અભાવમાં છોડી મુક્યો હતો

રાંચી : દારૃ પીતા ઉંદરની વાર્તાઓ તો હવે જૂની થઈ ગઈ. હવે ઉંદર ગાંજો આંટી જતાં હોવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો ઝારખંડની રાજધાની રાંચીમાં હવે ઉંદર પણ ગાંજો ફૂંકતા હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ બધું પોલીસની કડક સુરક્ષાની વચ્ચે થયું છે. જ્યાં જપ્ત કરેલો ગાંજો ઉંદર ફૂંકી ગયા હોવાનું કહેવાય છે. જો કે આવો દાવો અમે નથી કરતા પણ રાંચી પોલીસે દલીલ આપી છે. તેમના જણાવ્યા અનુસાર, હવે રાંચીમાં ઉંદર પણ ગાંજો ફૂંકતા દેખાઈ રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, રાંચી પોલીસે એક કેસમાં લગભગ ૨૦૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો, જેને પોલીસ ચોકીના પરિસરમાં આવેલા ગોદામમાં સુરક્ષિત રીતે રાખ્યો હતો. આ ગાંજો એક આરોપી પાસેથી જપ્ત કર્યો હતો અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. પણ જ્યારે કોર્ટમાં પૂરાવા રજૂ કરવાનો સમય આવ્યો તો પોલીસ ચોંકાવનારી વાત લઈને આવી. ગોદામમાં રાખેલો ગાંજો ગાયબ હોવાની વાત કહી.

ઉંદરોનો ઉપયોગ અવકાશ મિશનમાં વારંવાર કરવામાં આવ્યો છે કારણ કે તેમની આનુવંશિક સમાનતા મનુષ્યો સાથે છે. તેમના શરીર પર માઇક્રોગ્રેવિટીની અસરો, જેમ કે હાડકાની ઘનતા, સ્નાયુઓની શક્તિ અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણો માનવ શરીરને તૈયાર કરવામાં, ખાસ કરીને લાંબા ગાળાના અવકાશ મિશન માટે અત્યંત ઉપયોગી સાબિત થયા.

તપાસમાં સામે આવ્યું કે આ ગાંજો કોઈ માણસે નહીં પણ ઉંદર ખાઈ ગયા હતા. પોલીસે કોર્ટને લેખિતમાં જાણકારી આપી કે ગોદામમાં રાખેલા ગાંજાને ઉંદરોએ નુકસાન પહોંચાડ્યું છે અને હવે પૂરાવા તરીકે ગાંજો મળતો નથી. પોલીસની આ રિપોર્ટને ધ્યાનમાં લેતા કોર્ટે કેસમાં આરોપીના પૂરાવાના અભાવમાં છોડી મુક્યો.

આ ઘટના બાદ પોલીસ વ્યવસ્થા અને ગોદામની સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અગાઉ પણ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં ઉંદર દ્વારા દારૃ પીવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. પણ ગાંજો ખાવાનો મામલો કંઈક અલગ જ લાગે છે. સોશિયલ મીડિયા પર પણ તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હાલમાં આ કેસને લઈને પોલીસની ભારે ફજેતી થઈ રહી છે.

(9:58 PM IST)