News of Thursday, 1st January 2026
ગુવાહાટી અને કોલકાતા વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રસ્તાવ: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
આગામી દિવસોમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી આ રૂટ પર પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે.

નવી દિલ્હી : રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. તેનો પહેલો રૂટ ગુવાહાટી-કોલકાતા રાખવાનો પ્રસ્તાવ છે. આગામી દિવસોમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી આ રૂટ પર પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ રેલ્વે માટે એક મોટો સીમાચિહ્નરૂપ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને લાંબા અંતરની રાત્રિ મુસાફરી પર વિશ્વ કક્ષાની સુવિધાઓ, સલામતી અને આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે."
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
