<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

મહત્વના સમાચારો ઉડતી નજરે

 * ગૃહ મંત્રી અંદમાનમાં: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી અંદમાન-નિકોબારના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

 

 * સંઘ પ્રમુખ ભોપાલમાં: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત આજથી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બે દિવસીય પ્રવાસે રહેશે.

 

 * મુંબઈ ચૂંટણી: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજથી સંયુક્ત રેલીઓની શરૂઆત કરશે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

 

 * ઈરાનમાં હિંસા ચાલુ, ૨ ના મોત: ઈરાનના અનેક પ્રાંતોમાં બગડતી આર્થિક સ્થિતિને લઈને વિરોધ પ્રદર્શન ભડકી ઉઠ્યા છે. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો પણ જોવા મળી છે. ૨ મોત.

 

 * હોકી લીગ: હોકી ઈન્ડિયા મહિલા લીગમાં શ્રાચી બંગાળ ટાઈગર્સે એસજી પાઈપર્સને ૪-૩ થી હરાવીને પોતાની બીજી જીત નોંધાવી છે.

(9:34 AM IST)