News of Friday, 2nd January 2026
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે ઉ.ભારતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ: પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ: ડેલહાઉસી, શિમલા, કુફરી અને નારકંડા સહિતના અનેક સ્થળોએ બરફ પડ્યો
હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાથી પ્રવાસીઓમાં ખુશી છે, જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરને કારણે જનજીવન પ્રભાવિત થયું

નવા વર્ષની શરૂઆત સાથે જ દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ઉત્તર ભારતથી લઈને પર્વતીય વિસ્તારો સુધી કડકડતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વર્ષની પહેલી હિમવર્ષાએ પર્યટકોમાં ખુશી ફેલાવી છે.
ડેલહાઉસી, શિમલા, કુફરી અને નારકંડા સહિતના અનેક સ્થળોએ બરફ પડ્યો છે, જેને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે. બીજી તરફ, મેદાની વિસ્તારો જેવા કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદ બાદ ઠંડી વધુ તીવ્ર બની છે.
દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતાં રસ્તા અને રેલવે વ્યવહાર તેમજ વિમાન સેવાઓ પર અસર પડી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ધુમ્મસ અને ઠંડીને લઈને 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ પણ જાહેર કર્યા છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
