<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ઘૂંઘટમાં સાસુની સામે વહુનો જોરદાર ડાન્‍સઃ વીડિયો વાયરલ

ભારતમાં ટેલેન્‍ટની કોઈ કમી નથી, શું તમે ક્‍યારેય પણ સાસુમાની સામે વહુને ઘૂંઘટમાં ડાન્‍સ કરતી જોઈ છે?

 

નવી દિલ્‍હી તા.૨: સોશિયલ મીડિયા એક એવું પ્‍લેટફોર્મ છે જ્‍યાં તમને અવનવા વીડિયો તમને જોવા મળતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર અમુક એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને લોકો પણ નવાઈ પામી જતા હોય છે. લોકોને એમ લાગે કે ખરેખરમાં આ વીડિયો મજેદાર હતો. કંઈક આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થયો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં સાસુ નીચે બેઠી છે અને ચા પી રહી છે. જ્‍યારે તેની વહુ ઇન્‍ટરનેશનલ ગર્લ ગ્રુપ ધ્‍ખ્‍વ્‍લ્‍ચ્‍ળ્‍ચ્‍ના પોપ્‍યુલર લૈટિન પોપ ટ્રેક Gabriela પર ડાન્‍સ કરી રહી છે. મહિલાના ડાન્‍સ મૂવ્‍સ જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. સાડી અને ઘૂંઘટમાં મહિલાએ ઘણો ગ્રેસફુલ ડાન્‍સ કર્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલાના સ્‍ટેપ્‍સમાં પારંપરિક વિલેજ વાઈબ્‍સ અને મોડર્ન ગ્રૂવ્‍સનો એક અનોખો સંગમ જોવા મળે છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ફેલાયો છે. અત્‍યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્‍યા છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર આ વીડિયોને nityakamble_03 નામના એકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે. જે યુવતી ડાન્‍સ કરી રહી છે તે યુવતીનું નામ નિત્‍યા કાંબલે છે જે સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર અને ડાન્‍સર છે.

નિત્‍યાકાંબલેના એકાઉન્‍ટમાં તેણે આવા ઘણા બધા વીડિયો અપલોડ કર્યા છે. જોકે તેની ખાસિયત એ છે તે હંમેશા સાડી પહેરીને જ ડાન્‍સ વીડિયો બનાવે છે. તેની વિલેજ લાઈફનો ગ્‍લેમર અંદાજ લોકોને ઘણો પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર નિત્‍યા કાંબલેના ઘણા બધા વીડિયો વાયરલ થયા છે. જેમાં યુઝર્સ તેના દરેક વીડિયોમાં કોમેન્‍ટમાં તેના વખાણ કરતા હોય છે.(૩૮.૧૫)

(10:01 AM IST)