News of Friday, 2nd January 2026
૨૦૨૬માં ૪ ગ્રહણના યોગ,ભારતમાં માત્ર એક જ વાર ગ્રહણ જોઈ શકાશે
૩ માર્ચના રોજ નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે ૧૭ ફેબ્રુએ સૂર્યગ્રહણ, ૧૨ સૂર્યગ્રહણ અને ૨૮ ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ

મુંબઇ તા.૨: બ્રહ્માંડમાં વર્ષે દહાડે સર્જાતી ખગોળીય ઘટનો વૈજ્ઞાનિકો અને ખગોળશાષાના રસિકો માટે સંશોધનનો વિષય બની રહે છે. વધારે સામાન્ય જનતા માટે આવી ઘટનાઓ કૌતુહલ સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલી હોય છે. નવા વર્ષ ૨૦૨૯ દરમિયાન કુલ ચાર મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ એટલે કે બે સૂર્યના અને બે ચંદ્રમાળ થવાના છે. આ ચાર ગ્રહણોમાંથી માત્ર એક જ ગ્રહણ ભારતમાંથી દ્રશ્યમાન રહેશે. બાકીના ત્રણ ગ્રહણો ભારત દેશમાં દેખાશે નહી, જેથી આ ગ્રહણો દરમિયાન ધાર્મિક રીતે વેધ પાળવાતો પ્રશ્ન ઊભો થતો નથી.
મહારાજ કિરીટ દત્ત શુક્લના જણાવ્યા મુજબ, ૩ માર્ચ ૨૦૨૪ના સિંહરાશી અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયા પેસિફિક અને અમેરિકાના અનેક વિસ્તારોમાં દેખાશે અને ભારતમાંથી પણ સ્પષ્ટ રીતે દેખાવાનું હોય ધાર્મિક પરંપરાઓ અનુસાર વેધ પાળવાનો રહેશે. ઉપરાંત, ૧૭ ફેબ્રુઆરીના રોજ સૂર્વગ્રહણ થશે, પરંતુ તે ભારતમાંથી દ્રશ્યમાન નહી રહે. ત્યારબાદ ૧૨ ઓગસ્ટના રોજ અષાઢ વદ અમાસ એટલે કે દિવાસો પર્વના દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે.
આ સૂર્યગ્રહણ પણ ભારતમાંથી દેખાશે નહીં. વર્ષનું અંતિમ ગ્રહણ ૨૮ઓગસ્ટના રક્ષાબંધન પર્વના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણરૂપે આકાર લેશે. આ ગ્રહણ પણ ભારતમાંથી દેખાવાનું નથી. આમ, સમગ્ર વર્ષ દરમિયાન માત્ર ૩ માર્ચનું ચંદ્રગ્રહણ જ ભારત દેશમાં દ્રશ્યમાન રેહેશે. અને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. આ સાલ વિવિધ રાશિજાતકોને સારા-નરસા પરિણામો આપશે અથવા તો અસર કરશે આ ચારેય ખગોળિય ઘટનાઓને લઈને લોકોમાં કૌતુહલ સાથે જ પરંપરા અને વિજ્ઞાન વચ્ચેનો સંવાદ રસપ્રદ બની રહેશે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
