<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

નવા વર્ષના પ્રારંભે ચાંદીમાં ૭૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ ર,૩૬,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૩,૦૦૦ રૂા. થયા : સોનામાં ૮૦૦ રૂા. વધ્‍યા : સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૩૭,૭૦૦ રૂા. હતા તે વધીને ૧,૩૮,પ૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રઃ  બુલીયન માર્કેટમાં નવા વર્ષના પ્રારંભે ચાંદીમાં ફરી તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. ચાંદીમાં ૭૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનામાં પણ ૮૦૦ રૂા. વધ્‍યા છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં મોડી રાત્રે ૭૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૩૬,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. ર૦રપ  ના વર્ષના અંતમાં ચાંદીના ભાવમાં કડાકો થયા બાદ નવા વર્ષના પ્રારંભે ફરી ભાવવધારો થયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છેકે, ચાંદીમાં સપ્તાહમાં પર,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયા બાદ ભાવમાં કડાકો થયો હતો. ડીસેમ્‍બર માસમાં છેલ્લા બે દિવસોમાં ચાંદીના ભાવો સતત તૂટયા હતા. જો કે નવા વર્ષના પ્રારંભે ફરી તેજી જોવા મળતા ઇન્‍વેસ્‍ટરોમાં નવી આશા જાગી છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૮૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૭,૭૦૦ રૂા. હતા તે વધીને ૧,૩૮,પ૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૮૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૮પ,૦૦૦ રૂા. થયા છે. (૪.૯)

 

 

(3:00 PM IST)