<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

શું છે રિજનલ વાયબ્રન્‍ટ સમિટ.....??? શું છે એનો ઇતિહાસ....?? તેનાથી ગુજરાતને શું થશે ફાયદા.....???

રાજકોટમાં નરેન્‍દ્રભાઇ મોદીના રોડ શોની તડામાર તૈયારીઓ, વડાપ્રધાનનું કરાશે ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત રિજનલ વાયબ્રન્‍ટ સમિટનું કરશે ઉદઘાટન : વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટની સફળતાને હવે પ્રાદેશિક સ્‍તરે લાવવા મોદીનો પ્રયાસ, પ્રથમ વખત બ્‍લુ ઇકોનોમી પર કેન્‍દ્રિત સમિટ રાજકોટની આ સમિટથી સૌરાષ્ટ્ર અને કચ્‍છને એકસાથે યુનિફાઇડ પીચઃ વિદેશી પ્રતિનિધિ ઓ માટે રાજકોટ રહેશે પ્રથમ પસંદગી, સમીટનો લક્ષ્ય છે રોજગાર, વિકાસ, નવી ટેકનોલોજી અને વૈશ્વીક નોકરી, રાજકોટ બાદ, સુરત અને ત્‍યાર બાદ વડોદરામાં યોજાશે રિજનલ વાયબ્રન્‍ટ સમિટ રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્‍ટ ગુજરાત સૌરાષ્‍ટ્ર રિજનલ વાયબ્રન્‍ટ સમિટ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી આગામી તા.૧૧ મી જાન્‍યુઆરીએ રાજકોટ આવી રહ્યા છે, અહીં તેવો રિજનલ વાયબ્રન્‍ટ સમિટનુ ઉદઘાટન કરશે અને ભવ્‍ય રોડ શો પણ કરશે.

બીજેપી પ્રભારી મંત્ર જીતુભાઈ વાઘાણીએ સમગ્ર આયોજનની માહિતી પત્રકાર પરિષદમાં આપી, ત્‍યારે આપણને સવાલ થાય કે શું છે આ રિજનલ વાયબ્રન્‍ટ સમિટ....??,

શું છે એનો ઇતિહાસ........?? ક્‍યારથી થઈ છે શરૂઆત....?? આ સમિટ શું ફાયદો થશે....?? આવો આપણે આવા સવાલો નો જવાબ સમજવા નો પ્રયત્‍ન કરીએ.

મોટા ભાગના વાચકોને યાદ હશે કે નરેન્‍દ્રભાઈ જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૩માં પ્રથમ વખત વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ યોજી હતી ત્‍યારે પાછો સવાલ થાય કે શું છે વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ...?

આ સમિટના જન્‍મદાતા નરેન્‍દ્ર ભાઈ છે તેમણે સરકાર દ્વારા આયોજિત એક મહત્‍વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્‍યવસાયિક અને રોકાણમંચની શરૂઆત કરી અને જેનો ઉદેશ્‍ય હતો ગુજરાતને વૈશ્વિક વ્‍યાપાર હબ તરીકે સ્‍થાપીત કરવું અને વધુ વિદેશી રોકાણ લાવવું , શરૂઆત માં તો વિપક્ષ સહીત ઘણા આને એક ગતકડું કહેતા હતા પરંતુ ધીરે ધીરે વિશ્વ ભર ના ઉધોગપતિ ઓ આ સમિટમાં હાજરી આપી લાખો નહીં પણ કરોડો રૂપિયાના એમ ઓ યુ કરવા લાગતા આ સમિટ જોરદાર સફળતા મળવા લાગી

ત્‍યારથી એટલે કે વર્ષ ૨૦૦૩થી દર બે વર્ષે ગુજરાતમાં યોજાવા લાગી આ સમિટ.

વર્ષ   ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૩ એમ સતત ૬ સમીટ  નરેન્‍દ્રભાઈ ના  મુખ્‍યમંત્રી કાળ માં યોજાઈ ત્‍યાર બાદ તેવો વડાપ્રધાન બન્‍યા અને ગુજરાત થી દિલ્‍હી ગયા,આમછતાં  પાછળથી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ ગુજરાતમાં યોજાતી રહી ૨૦૧૫માં ૨૦૧૭ માં ૨૦૧૯ માં, પરંતુ ૨૦૧૯ બાદ કોવિડ અને અન્‍ય કારણસર વર્ષ ૨૦૨૧અને ૨૦૨૩ માં નોતી યોજાઈ અને વર્ષ ૨૦૨૪ માં ૧૦ મી સમિટ  ભૂપેન્‍દ્રભાઇ પટેલના મુખ્‍યમંત્રી કાળમાં યોજાઈ હતી અને વર્ષ ૨૦૨૫/૨૬માં આ સમિટ નહીં યોજાય હવે તે ૨૦૨૭ માં યોજાશે

જેને બદલે હવે વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમ્‍યાન ચાર પ્રાદેશિક રિજનલ સમિટ યોજવાનો નિર્ણય લેવાયો છે, રિજનલ સમિટ યોજવાનો હેતુ એ છે કે ગુજરાત ના દરેક વિસ્‍તારમાં ઉધોગ વધુ વિકસી શકે.

આ ૪ રિજનલ સમિટ પૈકી ૯ અને ૧૦ ઓક્‍ટોબર ૨૦૨૫ માં પ્રથમ સમિટ મહેસાણા ખાતે યોજાઈ હતી અને કહેવાય છે કે એમાં ૧૨૧૨ એમ ઓ યુ સાઇન થયા,૩૪ વિદેશી કંપની ઓ અને ૧૭૦ થી વધુ સ્‍ટાર્ટ અપ ભાગ લેવા આવ્‍યા તેમજ ૩.૨૪ લાખ કરોડ સુધી રોકાણનુ આયોજન થશે.અને હવે રાજકોટ ખાતે આગામી ૧૧ મી જાન્‍યુઆરી ના યોજાઈ રહી છે, ત્‍યાર બાદ ૯..૧૦ એપ્રિલ સુરત અને ૧૦..૧૧ જૂન વડોદરા ખાતે યોજાશે.

આ સમિટના મુખ્‍ય ફાયદા ઓ જોઈએ તો....

* અંતરરાષ્ટ્રીય અને સ્‍થાનિક રોકાણ વધે છે

* મહત્‍વપૂર્ણ MoU અને રોકાણ ઉદ્યોગોને ટૂંકા સમયની કામગીરી માટે પ્રોત્‍સાહિત કરે છે

* સ્‍થાનિક ઉદ્યોગો માટે તક અને વ્‍યાપારી જોડાણ વધે છે

* રોજગાર અને ઇકોનોમિક ગ્રોથ માટે દિશા નિર્ધારણ કરે છે

* ગ્રામિન થી લઈને શહેર સુધીનો વિકાસ એક સમાંતર લ્લષ્ટિકોણ પ્રદાન કરે છે

* વિશ્વભરના બિઝનેસ નેતાઓ ગુજરાત અને ભારત સાથે જોડાતા પ્રોજેક્‍ટો પર અગ્રેસર થાય છે

આ બધા પ્રોજેક્‍ટ દિલ્‍હી કે બીજી મહાનગરોમાં નહીં પરંતુ આપણા ગુજરાતમાં આવવા ની તક મળશે. હવે જો આપણે આ સમિટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્‍છ વિસ્‍તાર ને થનારા ફાયદા ને જોઈએ તો

એન્‍જિનિયરિંગ અને ઓટો-પાર્ટ્‍સ સેક્‍ટર

રાજકોટની તાકાતઃ

* ડીઝલ એન્‍જિન, પંપ, ગિયર, ફાઉન્‍ડ્રી, મશીન પાર્ટ્‍સ

સમિટથી ફાયદાઃ

* મોટી OEM કંપનીઓ સાથે સપ્‍લાય ચેઇન જોડાણ

* નિકાસને લગતા થશે એમઓયુ (ખાસ કરીને આફ્રિકા, મધ્‍ય એશિયા)

* ટેકનોલોજી અપગ્રેડ

* નાના યુનિટને મોટા ઓર્ડર મળવાની આશા

જેમાં લોધીકા જીઆઇડીસી , શાપર-વેરાવળ, અને મેટોડા જેવા વિસ્‍તારો ને વધુ લાભ મળી શકે.

સિરામિક અને બિલ્‍ડિંગ  મટીરીયલ

* રાજકોટ તથા મોરબી વિસ્‍તાર ટાઈલ્‍સ,  સેનીટરીવેર તેમજ બાથ  ફિટિગ

સમિટથી ફાયદાઃ

* આંતરરાષ્ટ્રીય ખરીદદર સાથે સીધી મિટિંગ

* જે તે બ્રાન્‍ડ નું સીધું નિકાસ

* જેમાં રાજકોટ,મોરબી, ટંકારા, અને વાંકાનેર સહિત ના વિસ્‍તારો ને લાભ મળી શકે.

MSME અને પરિવાર આધારિત ઉદ્યોગ

રાજકોટની ઓળખઃ

* પરિવાર ચલિત નાના-મધ્‍યમ ઉદ્યોગ

સમિટથી ફાયદાઃ

* એમએસએમઇ સાથે થશે પધ્‍ધતિ સર એમઓયુ

* બેંક ક્રેડિટ અને સબસિડીની સુવિધા પણ મળી શકે

* વિસ્‍તાર અને કોમોડિટી અનુસાર થશે પ્રગતિ

જેમાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના તાલુકા ને લાભ મળી શકે.

 મેડિકલ ડીવાઈસ અને હેલ્‍થકેર

વિશેષ પહેલઃ

* નાગલપર મેડિકલ ડીવાઈસ પાર્ક (રાજકોટ)

સમિટથી ફાયદાઃ

* પ્‍લગ એન્‍ડ પ્‍લે ફેક્‍ટરી

* આયાત વિકલ્‍પ તેમજ મેક ઇન ઇન્‍ડિયા

* નિષ્‍ણાંત બાયો મેડિકલ નોકરી

જેમાં યુવા એન્‍જિનિયર, આઈ ટી આઈ અને ડિપ્‍લોમાં ધારકોને લાભ મળી શકે.

બ્‍લૂ ઇકોનોમી ઈકોનોમિક દરિયાઇ અને માછીમારી

સૌરાષ્ટ્ર ફોકસઃ

* પોરબંદર, જામનગર, ભાવનગર, કચ્‍છ સહિતના વિસ્‍તારોને લાભ મળી શકે

સમિટથી ફાયદાઃ

* માછીમારી માળખું અને કોલ્‍ડ ચેન મજબૂત બનશે.

* પોર્ટ સાથે લોજિસ્‍ટિક સવલત માં વધારો.

* માછીમારી નિકાસ ને મળશે પ્રોત્‍સાહન

જેનાથી ખાસ કરીને માછીમાર સમુદાય અને એમએસએમઇ ને વધુ ફાયદો થશે.

ગ્રીન એનર્જી અને રિન્‍યુએબલ

સેક્‍ટરઃ સોલર, વિન્‍ડ, અને ગ્રીન હાઈડ્રોજન ખાસ કરીને કચ્‍છ સૌરાષ્ટ્ર

સમિટ થી ફાયદાઃ

* સોલર ઉત્‍પાદન કરતા યુનિટો વધશે.

* ઈપીસી પ્રોજેક્‍ટ્‍સ

* લાંબા ગાળાની ઇન્‍ડસ્‍ટ્રીયલ પાવર સિક્‍યુરિટી

જેનાથી ખાસ કરીને જમીન ધારકો અને ટેકનિકલ યુવાને વધુ લાભ મળી શકે.

કૃષિ અને ફૂડ પ્રોસેસિગ

રાજકોટ આસપાસઃ

* ગ્રાઉન્‍ડ નટ, કપાસ, ડુંગળી, જીરું

સમિટથી ફાયદાઃ

* ફુડ પ્રોસેસિગ પ્‍લાન્‍ટ Food processing plants

* નિકાસની ક્‍વોલિટીનું પેકેજીંગ

* કોલ્‍ડ સ્‍ટોરેજ અને લોજિસ્‍ટિકને વિપુલ તક

જેનો સીધો લાભ ખેડૂતને મળશે.

જેમ્‍સ, જ્‍વેલરી અને હેન્‍ડીક્રાફટ હેન્‍ડીક્રાફટ

રાજકોટની ઓળખઃ

* હસ્‍તકલા, ડાયમંડ સપોર્ટ યુનિટ્‍સ

સમિટથી ફાયદાઃ

* ડિઝાઇન અને બ્રાન્‍ડિંગ સહકાર મળી રહેશે

* નિકાસ અને આયાતકર્તા સાથે થશે સીધી મિટિગ

સ્‍કિલ ડેવલપમેન્‍ટ અને રોજગાર

* ક્રોસ-સેક્‍ટર લાભઃ

* ઇન્‍ડસ્‍ટ્રીયલ સાથે સ્‍કીલનું સીધું જોડાણ

* યુવાનોને મળશે રોજગારી સ્‍થાનિક

* માઇગ્રેસનમાં થશે ઘટ

રાજકોટ માં આ યોજાનાર આ માત્ર બે દિવસ ની સમિટ નથી, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે લાંબા ગાળા નો ઔધોગિક ટ્રાન્‍સફોર્મેસેશન  પ્‍લાન કહી શકાય

(3:09 PM IST)