News of Friday, 2nd January 2026
વોડાફોન-આઈડિયાને મોટો ફટકો: ટેક્સમાં ગરબડ બદલ સીજીએસટી અમદાવાદ દ્વારા ૬૩૮ કરોડ ભરવાનો આદેશ
વિભાગે કંપનીને ૬૩૮ કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો:આ ઓર્ડર કંપનીના આર્થિક બોજામાં વધારો કરશે.

અમદાવાદ :સીજીએસટી અમદાવાદ ઝોન દ્વારા ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાને ટેક્સમાં ગરબડ બદલ ૬૩૮ કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) અમદાવાદ વિભાગ દ્વારા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેવામાં વિસંગતતા જોવા મળતા વિભાગે કંપનીને ૬૩૮ કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આ ઓર્ડર કંપનીના આર્થિક બોજામાં વધારો કરશે. કંપનીએ આ મામલે કાયદાકીય વિકલ્પો તપાસવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
