News of Saturday, 3rd January 2026
બલૂચિસ્તાનમાં ચીની સેના ઉતારવાની હિલચાલ? બલૂચ નેતાનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને ચોંકાવનારો પત્ર
બલૂચ વિદ્રોહીઓ લાંબા સમયથી પાકિસ્તાની શાસન સામે લડી રહ્યા છે અને હવે ચીની પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવી રહ્યા છે, જેને પગલે ચીન સુરક્ષા વધારવા માટે દબાણ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ચીન પોતાની સેના તૈનાત કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે બલૂચ નેતાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનની દખલગીરી સતત વધી રહી છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, ચીન હવે પોતાના આર્થિક હિતો અને સીપીઈસી (ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર) પ્રોજેક્ટની સુરક્ષાના નામે બલૂચિસ્તાનમાં પોતાની લાલ સેના ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
આ ગંભીર બાબતને લઈને બલૂચિસ્તાનના એક પ્રભાવશાળી નેતાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખ્યો છે.
આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ચીન મળીને બલૂચિસ્તાનના સંસાધનોનું દોહન કરી રહ્યા છે અને હવે લશ્કરી જમાવટ દ્વારા સ્થાનિક અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
બલૂચ નેતાએ ભારતના હસ્તક્ષેપની માંગ કરતા જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં ચીની સેનાની હાજરી માત્ર બલૂચ લોકો માટે જ નહીં પરંતુ ભારતીય સુરક્ષા માટે પણ ખતરા સમાન બની શકે છે. ઉલ્લેખનીય છે કે બલૂચ વિદ્રોહીઓ લાંબા સમયથી પાકિસ્તાની શાસન સામે લડી રહ્યા છે અને હવે ચીની પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવી રહ્યા છે, જેને પગલે ચીન સુરક્ષા વધારવા માટે દબાણ કરી રહ્યું છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
