<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે ૫ વાગ્યે કોલસા મંત્રાલય સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજશે

દેશની ઊર્જા જરૂરિયાતો અને કોલસાના જથ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે ૫ વાગ્યે કોલસા મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરશે. આ બેઠકમાં ઊર્જા સુરક્ષા અને કોલસા ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવશે.

વડાપ્રધાન શ્રી મોદી આવતીકાલે સાંજે ૫ કલાકે કોલસા મંત્રાલય સાથે ત્રિમાસિક ક્ષેત્રીય સમીક્ષા બેઠક યોજવાના છે. આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેમાં દેશની ઊર્જા જરૂરિયાતો અને કોલસાના જથ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન કોલસાના ઉત્પાદનને વેગ આપવા, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓ ઉકેલવા અને ચોમાસા દરમિયાન વીજ મથકોમાં કોલસાની અછત ન સર્જાય તે માટેના આગોતરા આયોજન અંગે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે.

આ ઉપરાંત, ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ ખાણકામની પદ્ધતિઓ પર પણ વિચાર-વિમર્શ થવાની શક્યતા છે.

(11:04 PM IST)