ચીન સરહદ નજીક ભારતની તાકાત વધારવા આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે: ૩૮૨.૮૨ એકર જમીન સંપાદનને મંજૂરી
એરબેઝ પર ફાઈટર જેટ્સ માટે રનવેનું વિસ્તરણ, હેંગર અને અન્ય આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે

ચીન સરહદ નજીક ભારતની તાકાત વધારવા માટે મોદી સરકારે આસામમાં તેજપુર એરફોર્સ સ્ટેશનના અપગ્રેડેશન માટે ૩૮૨.૮૨ એકર જમીન સંપાદિત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
દેશની પૂર્વોત્તર સરહદે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે કેન્દ્રની મોદી સરકારે એક વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. આસામમાં આવેલા ભારતીય વાયુસેનાના તેજપુર એરફોર્સ સ્ટેશનને અપગ્રેડ અને વિસ્તૃત કરવામાં આવશે. આ માટે સરકારે ૩૮૨.૮૨ એકર જમીન સંપાદન કરવા માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે.
તેજપુર એરબેઝ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે કારણ કે તે ચીન સરહદની નજીક આવેલું છે. આ જમીન સંપાદન બાદ એરબેઝ પર ફાઈટર જેટ્સ માટે રનવેનું વિસ્તરણ, હેંગર અને અન્ય આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
આ પગલાંથી ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને સરહદી વિસ્તારમાં ભારતની પકડ વધુ મજબૂત બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
