<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ફોર્સ મોટર્સનું વેચાણ ૫૦ ટકા વધ્યું, આઈટી સેક્ટરમાં નવી ભરતીમાં ૨૪ ટકાનો ઘટાડો: રોજગારીના મોરચે ચિંતાજનક સમાચાર: ૨૦૨૬ની શરૂઆતમાં ભારતીય ટેકનોલોજી સેક્ટરમાં નવી ભરતીમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો

ઉર્જા ક્ષેત્રે ભારત સરકારનું મહત્વનું પગલું: અમેરિકા સાથે વેપાર કરાર કરવાની ગણતરીએ, સરકારે ઓઈલ રિફાઈનરીઓને રશિયા અને અમેરિકાથી થતી ક્રૂડ ઓઈલની આયાતના સાપ્તાહિક આંકડા આપવા સૂચના આપી

એક અહેવાલ મુજબ, ઓટોમોબાઈલ સેક્ટરમાં મિશ્ર પ્રવાહો જોવા મળી રહ્યા છે. ફોર્સ મોટર્સે ડિસેમ્બર મહિનામાં શાનદાર પ્રદર્શન કરતા તેના કુલ વેચાણમાં ૫૦ ટકાનો જંગી વધારો નોંધાવ્યો છે. કંપનીએ ડિસેમ્બરમાં ૩,૦૪૮ વાહનોનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨,૦૩૬ હતું. આ સમાચારને પગલે કંપનીના શેરમાં આજે ૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ ૨૧,૯૧૬ રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. ઘરેલુ અને નિકાસ બંને મોરચે કંપનીએ સારો દેખાવ કર્યો છે.

 

બીજી તરફ, રોજગારીના મોરચે ચિંતાજનક સમાચાર છે. એક સર્વે મુજબ, જાન્યુઆરી ૨૦૨૬ ની શરૂઆતમાં ભારતીય ટેકનોલોજી સેક્ટરમાં નવી ભરતીમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકા જેવા દેશોમાં મંદીના ભયને કારણે આઈટી કંપનીઓ ભરતીમાં સાવચેતી રાખી રહી છે. 

 

આ ઉપરાંત, ઉર્જા ક્ષેત્રે ભારત સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. અમેરિકા સાથે વેપાર કરાર કરવાની ગણતરીએ, સરકારે ઓઈલ રિફાઈનરીઓને રશિયા અને અમેરિકાથી થતી ક્રૂડ ઓઈલની આયાતના સાપ્તાહિક આંકડા આપવા સૂચના આપી છે. 

 

જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે પણ મજબૂત આંકડા રજૂ કર્યા છે, જેમાં તેનો કુલ બિઝનેસ ૧૩.૪ ટકા વધીને ૧૪.૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જેના કારણે તેના શેરમાં પણ ૩ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

(11:23 PM IST)