<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જુઓ રાત્રે ૧૧ વાગ્યા સુધીના ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે

 * મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૧૦ લોકોના મોત થયા હોવાની ગંભીર ઘટના બાદ જવાબદાર ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીકા કરતા કહ્યું છે કે જ્યારે ગરીબોના મોત થાય છે ત્યારે પીએમ મૌન રહે છે. ઈન્દોરના મેયરે પણ ૧૦ મોતના આંકડાની પુષ્ટિ કરી છે અને પાણીની પાઈપલાઈનમાં લીકેજને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે. ઉમા ભારતીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેને 'પાપ' ગણાવ્યું છે અને પ્રાયશ્ચિત કરવાની વાત કરી છે.

 

 * સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખમાં અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. પ્રાથમિક તપાસમાં નવા વર્ષના ફટાકડા (સ્પાર્કલર્સ) ને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આભૂષણ આગમાં ૪૭ લોકોના મોત થયા છે, અનેક ગંભીર છે 

 

 * ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો અમેરિકા શાંત બેસી રહેશે નહીં. સામે પક્ષે ઈરાને પણ વળતો પ્રહાર કરતા ગયા યુદ્ધ જેવી જોવા જેવી થશે અને કહ્યું છે કે અમેરિકન સૈન્ય મથકો ઈરાન ભાટે 'વ્યાજબી નિશાન' છે. ઈરાનમાં મોંઘવારી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈને લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રચંડ લુક અસંતોષ પાછળ અમેરિકા અને ઇઝરાયેલ નો હાથ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે 

 

 * હિમાચલ પ્રદેશમાં રેગિંગ અને શારીરિક શોષણને કારણે એક વિદ્યાર્થીના મોતની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે પોલીસે કોલેજના ૩ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતક વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે.

 

 * ભારત સરકારે દાવો કર્યો છે કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સાથે જ કેન્દ્ર સરકારે આગામી ૧ ફેબ્રુઆરીથી તમાકુ પરના ટેક્સ માળખામાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે. બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ૬૦૦૦ રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે, જેનાથી બજારમાં ભારે હલચલ મચી છે.

 

 * મેક્સિકોમાં ૬.૫ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે રાષ્ટ્રપતિને તેમની પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. જોકે, હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી.

 

 * પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદે તણાવ યથાવત છે. પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા 'ઓપરેશન બુનિયાન-ઉમ-મરસૂસ' સફળ રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન નેવીએ સાયબર વોરિયર્સની પણ પ્રશંસા કરી છે. બીજી તરફ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની મુલાકાત બાદ 'સારા અને ખરાબ પડોશીઓ' અંગે સૂચક નિવેદન આપ્યું છે, જેનો સીધો ઈશારો પાકિસ્તાન તરફ હોવાનું મનાય છે.

 

 * દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આક્ષેપબાજી ચાલુ છે. દિલ્હી પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ 'કુતરાઓની ગણતરી' અંગેના તેમના એક નિવેદનને લઈને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપ અને 'આપ' વચ્ચે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે.

 

 * મધ્યપ્રદેશના ગરોઠ-ઉજ્જૈન ફોરલેન પર એક બસનું ટાયર ફાટતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં ૪૦ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

 * અમેરિકાના ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાણીએ મેયર પદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય જેલમાં બંધ ઉમર ખાલિદનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે. ભાજપે ઝોહરાન મમદાણીને ચેતવણી આપી છે કે ભારતના આંતરિક મામલામાં દખલગીરી સાંખી લેવામાં આવશે નહીં. ઝોહરાન મમદાણીએ કાર્યક્રમમાં આસામી સિલ્કની ટાઈ પહેરીને ભારતીય વારસાનું પ્રદર્શન કર્યું હતું.

 

 * ટેનિસ જગતમાંથી મોટા સમાચાર છે કે ૪૫ વર્ષીય દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સને ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. આ ઉંમરે પણ ગ્રાન્ડ સ્લેમમાં તેમનું પુનરાગમન ખેલપ્રેમીઓ માટે આશ્ચર્ય અને આનંદનો વિષય બન્યું છે.

 

 * બોલીવુડમાં ૨૦૨૬ના વર્ષ માટે મોટી ફિલ્મોની જાહેરાતો થઈ રહી છે. 'ધુરંધર ૨', 'રામાયણ' અને શાહરુખ ખાનની 'કિંગ' જેવી ફિલ્મો પર દર્શકો અને ઉદ્યોગની નજર છે. સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન' પણ ચર્ચામાં છે.

 

 * ઈઝરાયેલ અને ગાઝા સંઘર્ષમાં માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે. વિસ્થાપિત લોકો ભારે ઠંડી અને વરસાદનો સામનો કરી રહ્યા છે. ગાઝામાં ભૂખ હડતાલ અને તબીબી સુવિધાઓના અભાવે સ્થિતિ દયનીય બની છે.

 

(11:25 PM IST)