<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

જાહેરમાં છોકરીઓ વચ્‍ચે થઈ બબાલ, છોકરાઓ લાઇન લગાવીને જોવા લાગ્‍યા

વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્‍દ્ર

 

નવી દિલ્‍હી તા.૩: સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને લોકો પણ નવાઈ પામી જાય છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થયો છે જેને લઈને યુઝર્સ પણ હેરાન રહી ગયા છે. સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે. આ વીડિયોમાં છોકરીઓના ૨ ગ્રુપ એકબીજા સાથે મારામારી કરતા દેખાય છે, જેમાં છોકરીઓ એકબીજાના વાળ ખેંચીને મારામારી કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કારણને લઈને છોકરીઓ વચ્‍ચે ઝઘડો થયો છે. શરૂઆતમાં તો ૨ છોકરીઓ એક છોકરીને મારી રહી હતી. જોકે કેમેરો ફરતાની સાથે દેખાય છે કે ઝાડ પાસે પણ અમુક છોકરીઓ ઊભી રહીને ઝઘડી રહી છે. આ ઝઘડો કયા કારણોને લઈને થયો હતો તે તો હજુ સામે નથી આવ્‍યું.

બીજી તરફ વીડિયોમાં એક વાત એ પણ જોઈ શકાય છે કે ત્‍યાં ઊભેલા દરેક છોકરાઓ આ ઝઘડાનો જાણે કે આનંદ માણી રહ્યા છે. મોટા ભાગના છોકરાઓ આ ઝઘડાનો વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર ક્‍સ્‍શતત્રર્્ીશ્રર્પ્‍ીશ્રરુશં નામના એકાઉન્‍ટ પરથી પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે.

વીડિયોના કેપ્‍શનમાં લખવામાં આવ્‍યું છે કે છોકરીઓની લડાઈનો પીક મેલ કન્‍ટેન્‍ટ. આ વીડિયોને અત્‍યાર સુધીમાં ઘણા બધા યુઝર્સે જોયો છે, જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે. છોકરીઓની લડાઈનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે.(૩૮.૪)

(10:11 AM IST)