<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

મુકેશ અંબાણીએ નીતા અંબાણી અને અનંત અંબાણી સાથે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીઃ ૫ કરોડના શિવાર્પણ કરવાની જાહેરાત

 

જામનગર-વેરાવળ :  રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સપરિવાર પ્રથમ જ્‍યોર્તિલિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે પોતાની મુકેશ અંબાણીની સાથે તેમના પત્‍ની અને રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને પરિવારના અન્‍ય સભ્‍યો તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો જોડાયા હતા. અંબાણી પરિવારે ગર્ભગળહમાં શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને વિશેષ પૂજા-અર્ચના કરી વિશ્વ કલ્‍યાણની પ્ર ાર્થના કરી હતી. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અત્‍યંત સાદગીપૂર્વક ત્‍યાં હાજર ભક્‍તો અને મીડિયા સામે હાથ જોડીને ‘જય સોમનાથ.. હર હર મહાદેવ'ના નાદ સાથે સૌનું અભિવાદન ઝીલ્‍યું હતું. અંબાણી પરિવાર ખાસ હેલિકોપ્‍ટર દ્વારા સોમનાથના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું. ત્‍યાંથી ચુસ્‍ત સુરક્ષા બંદોબસ્‍ત વચ્‍ચે તેઓ સીધા મંદિર પહોંચ્‍યા હતા. સોમનાથ મંદિર પહોંચતા જ ટ્રસ્‍ટના ઇન્‍ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓએ પુષ્‍પગુચ્‍છ અને સ્‍મળતિ ચિન્‍હ અર્પણ કરી અંબાણી પરિવારનું ભાવભીનું સ્‍વાગત કર્યું હતું. (તસ્‍વીરઃ અહેવાલ : મુકુંદ બદીયાણી (જામનગર) દિપક કક્કડ (વેરાવળ)

(12:09 PM IST)