અમેરિકી એરસ્ટ્રાઈકથી વેનેઝુએલા ધણધણી ઉઠયું
વેનેજુએલા ઘુટણિયે નહી પડતા અમેરિકા ત્રાટકયું: લશ્કરી મથક-એરપોર્ટ ઉપર બોંબમારોઃ રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરીઃ અમેરિકાને ઈંધણ ભંડાર ઉપર કબ્જો કરવો છેઃ રાષ્ટ્રપતિઃ કુલ ૪ શહેરો ઉપર બોંબ મારોઃ વેનેઝુએલાનું પાટનગર કારાકસ અંધકારમાં ડુબ્યું: એકધારા વિસ્ફોટોના અવાજથી લોકો ભયભીતઃ ઘરોની બહાર દોડયાઃ સાયરનો વાગ્યાઃ ટેન્કો રસ્તા ઉપર

નવી દિલ્હી, તા.૩: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો ભયંકર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટ અને નીચા ઉડતા વિમાનોના અવાજ સંભળાયા હતા. અહેવાલ મુજબ, યુએસ એરફોર્સે વેનેઝુએલા ટાપુ ઇસ્લા માર્ગારીટા પર બોમ્બમારો કર્યો, જ્યાં સૈન્યનો ટોચનો બેઝ છે. વેનેઝુએલા સરકારે અમેરિકા પર નાગરિકો અને લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ હુમલાઓ બાદ વેનેઝુએલામાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. એકધારા વિસ્ફોટના અવાજથી લોકો ભયભીત થયા હતા. સાયરનો વાગ્યા અને ટેન્કો રસ્તા ઉપર ઉતારવામાં આવી.
વેનેઝુએલા સરકારે અમેરિકા પર તેના નાગરિક અને લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. નિકોલસ માદુરોની સરકારે અમેરિકાના હુમલાને લશ્કરી આક્રમણ ગણાવીને તેની નિંદા કરી છે. કારાકાસ, તેમજ મિરાન્ડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં બોમ્બમારા થયા છે. માદુરો સરકારે જણાવ્યું હતું કે વેનેઝુએલા પર ડરાવવા અને ધમકાવવાના આવા અમેરિકાના પ્રયાસો સફળ થશે નહીં. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. જોકે, અમેરિકાએ હજુ સુધી હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી.
વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા અને નીચા ઉડતા વિમાનો જોવા મળ્યા હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર, વિમાનો ઉપરથી ગર્જના કરતા હતા અને કારાકાસ પર બોમ્બ ફેંકતા હતા, જેના કારણે ઇમારતો હચમચી ગઈ હતી અને શહેર પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. વેનેઝુએલાની રાજધાનીના દક્ષિણ ભાગ, જે એક મુખ્ય લશ્કરી થાણું છે, વિસ્ફોટો પછી અંધારામાં ડૂબી ગયો હતો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સંભળાયા હતા, જેના કારણે રહેવાસીઓ તેમના ઘર છોડીને ભાગી ગયા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં વિસ્ફોટોની ક્ષણ કેદ થઈ હતી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ દેશના વ્યૂહાત્મક સંસાધનો, ખાસ કરીને તેલ અને ખનિજો પર કબજો કરવાનો અને રાજકીય સ્વતંત્રતાને બળજબરીથી ખતમ કરવાનો હતો. તેમણે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી. માદુરોએ એ પણ નિર્દેશ આપ્યો હતો કે તમામ રાષ્ટ્રીય સંરક્ષણ યોજનાઓ યોગ્ય સમયે અને યોગ્ય સંજોગોમાં લાગુ કરવામાં આવે. તેમણે દેશના તમામ સામાજિક અને રાજકીય દળોને આ સામ્રાજ્યવાદી હુમલા સામે એક થવા અને લડવા માટે અપીલ કરી.
શહેરના વિવિધ ભાગોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. શહેરના દક્ષિણ ભાગમાં, એક મુખ્ય લશ્કરી થાણા પાસે વીજળી પણ કાપી નાખવામાં આવી છે. અગાઉ, વેનેઝુએલાએ પાંચ અમેરિકન નાગરિકોની ધરપકડ કરી હતી, જેના કારણે યુએસએ કાર્યવાહી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં અમેરિકાનું સૈન્ય વેનેઝુએલામાં જમીની હુમલો કરી શકે છે.
યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલા વિરુદ્ધ હુમલાઓનો આદેશ આપ્યો હતો, જેમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લશ્કરી સુવિધાઓ, એરપોર્ટ અને અન્ય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારે કારાકાસ પર યુદ્ધ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો.
ટ્રમ્પે માદુરો પર ડ્રગ સંબંધિત ગુનાઓને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોઈપણ યુએસ હુમલો ડ્રગ હેરફેરને રોકવા માટે હશે. દરમિયાન, માદુરોએ ટ્રમ્પ પર વેનેઝુએલાને વસાહત બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે ટ્રમ્પ દેશના વિશાળ ઇંધણ ભંડાર પર કબજો કરવા માંગે છે. અમેરિકા એવા ઘણા દેશોમાં સામેલ છે જેમણે માદુરોની ૨૦૨૪ ની ચૂંટણી જીતનો વિરોધ કર્યો છે. (રર.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
