<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

બંગાળના રાજકારણમાં હલચલ: 'હું ઘાયલ છું, એટલે જ ઘાતક છું!' - અભિષેક બેનર્જીએ ફિલ્મી અંદાજમાં ફૂંક્યું ચૂંટણીનું રણશિંગુ

TMC એ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે લોન્ચ કર્યું નવું કેમ્પેઈન; રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' ના ડાયલોગ સાથે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રાજ્યમાં પોતાના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે એક અત્યંત આક્રમક અને ફિલ્મી સ્ટાઈલમાં નવો વીડિયો લોન્ચ કર્યો છે. આ કેમ્પેઈન દ્વારા પાર્ટીએ સંદેશ આપ્યો છે કે વિરોધીઓના હુમલા તેમને રોકી શકશે નહીં, ઉલટાનું તેઓ વધુ મજબૂત બનીને બહાર આવશે.
 TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ૨ જાન્યુઆરીથી રાજ્યવ્યાપી એક મહિનાના કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ અભિયાનના પ્રારંભમાં જ પાર્ટીએ એક હાઈ-વોલ્ટેજ વીડિયો શેર કર્યો છે. જેમાં રણવીર સિંહની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ ના શક્તિશાળી ડાયલોગ્સ અને સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોનો મુખ્ય સંદેશ છે: "ઘાયલ હું, ઇસલિયે ઘાતક હું" (હું ઘાયલ છું, એટલે જ વધુ જોખમી છું).
: આ વીડિયો દ્વારા અભિષેક બેનર્જીએ પોતાની બંગાળ યાત્રાનો પણ પ્રારંભ કર્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, TMC આ વખતે યુવા મતદારોને આકર્ષવા માટે આધુનિક મીડિયા અને પોપ કલ્ચરનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. વિપક્ષો દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારના આરોપો અને તપાસ એજન્સીઓના દબાણ વચ્ચે 'ઘાયલ સિંહ'ની છબી રજૂ કરીને સહાનુભૂતિ અને શક્તિ બંને મેળવવાનો આ પાર્ટીનો પ્રયાસ છે.
 બીજી તરફ, ભાજપે પણ રાજ્યમાં કમર કસી છે. સોશિયલ મીડિયા પર TMC અને ભાજપ વચ્ચે અત્યારથી જ શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. 'ધુરંધર' ફિલ્મના ક્રેઝનો ઉપયોગ કરીને યુવાનોમાં જોશ ભરવાનો TMC નો આ અંદાજ કેટલો સફળ રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે, પરંતુ હાલમાં તો બંગાળના ગલી-ગૂંચીઓમાં "ઘાયલ અને ઘાતક" ના નારા ગુંજવા લાગ્યા છે.

(11:43 PM IST)