<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક: વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લાવ્યું ટ્રમ્પનું 'ડેલ્ટા ફોર્સ', માત્ર 30 મિનિટમાં ખતમ થઈ ગયો જંગ!

ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ: કારાકાસમાં આસમાની હુમલા વચ્ચે અમેરિકી કમાન્ડોએ માદુરો અને તેમની પત્નીને કર્યા નજરકેદ; હવે ન્યૂ યોર્કની કોર્ટમાં ચાલશે નાર્કો-ટેરરિઝમનો કેસ

કારાકાસ :વિશ્વના નકશા પર આજે સવારે એક એવી સૈન્ય કાર્યવાહી જોવા મળી જેણે આખા વિશ્વને ચોંકાવી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકી સેનાના અત્યંત ખતરનાક 'ડેલ્ટા ફોર્સ' એ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક ગુપ્ત અને ભીષણ ઓપરેશન પાર પાડીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી છે.
: શનિવારે મધરાતે લગભગ 2:00 વાગ્યે કારાકાસમાં એક પછી એક સાત ભયાનક વિસ્ફોટો થયા. અમેરિકી વાયુસેનાના વિમાનોએ વેનેઝુએલાના મુખ્ય સૈન્ય થાણાઓ પર બોમ્બમારો શરૂ કર્યો હતો. આ હુમલાઓ વચ્ચે 'ડેલ્ટા ફોર્સ'ના કમાન્ડો હેલિકોપ્ટર મારફતે સીધા માદુરોની સૈન્ય છાવણીમાં ઉતર્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ, માત્ર 30 મિનિટની અંદર જ માદુરોને પકડીને યુએસ વોરશિપ USS Iwo Jima પર લઈ જવામાં આવ્યા હતા.
 માર-એ-લાગોથી પ્રેસ કોન્ફરન્સ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને 'અત્યંત તેજસ્વી' ગણાવ્યું હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "માદુરો એક ગેરકાયદેસર સરમુખત્યાર હતો જે અમેરિકામાં ડ્રગ્સની હેરફેર કરતો હતો. હવે અમે વેનેઝુએલામાં લોકશાહીની સ્થાપના ન થાય ત્યાં સુધી ત્યાંનું શાસન સંભાળીશું." આ સાથે જ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ ભંડાર પર પણ અમેરિકાની નજર હોવાનો સંકેત આપ્યો છે.
 રશિયા અને ચીન લાલચોળ: આ ઘટના બાદ વેનેઝુએલામાં કટોકટી જાહેર કરવામાં આવી છે. રશિયાએ આ કાર્યવાહીને 'ખુલ્લેઆમ આક્રમણ' ગણાવ્યું છે, જ્યારે ઉત્તર કોરિયા અને ઈરાને પણ અમેરિકાના આ પગલાની આકરી ટીકા કરી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હોવાનું જણાવી તપાસની માંગ કરી છે.
: નિકોલસ માદુરો પર વર્ષ 2020 થી અમેરિકામાં નાર્કો-ટેરરિઝમ અને કોકેઈન તસ્કરીના ગંભીર આરોપો હતા. અમેરિકાએ તેમના પર 15 મિલિયન ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું હતું. હવે તેમને ન્યૂ યોર્ક લાવવામાં આવશે જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અચાનક થયેલી કાર્યવાહીથી સમગ્ર દક્ષિણ અમેરિકામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિશ્વના દેશો હવે આ ઘટનાના પડઘા કેવી રીતે પડશે તેના પર નજર રાખી રહ્યા છે.


 

(11:44 PM IST)