<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ચૂંટણી પંચે ECINet માટે, 10મી સુધીમાં જનતા પાસેથી સૂચનો મંગાવશો.

આ મહિને સત્તાવાર રીતે લોન્‍ચ કરવાની યોજનાઃ ઓનલાઇન સેવાઓ વધુ ઝડપી-પારદર્શક –સુલભ બને તે માટે પગલું

નવી દિલ્‍હીઃ નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય ચૂંટણી પંચ  એ એક મોટો નિર્ણય લીધો છે. પંચે આ મહિને ECINet એપને સત્તાવાર રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ પહેલા, પંચે ECINet ને વધુ સ્માર્ટ બનાવવા માટે 10મી જાન્યુઆરી સુધી જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. ચૂંટણી પંચ ઇચ્છે છે કે જનતા સુધારા પ્રક્રિયામાં ભાગ લે, ચૂંટણી પંચની ઓનલાઈન સેવાઓ ઝડપી, વધુ સુલભ અને વધુ પારદર્શક બને.

ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, લોકોએ 10 જાન્યુઆરી,સુધીમાં ECINet એપ ડાઉનલોડ અને સર્ફ કરવી જોઈએ. જો તેમને કોઈ ખામીઓ જણાય, તો તેઓ ચૂંટણી પંચને તેમના સૂચનો સબમિટ કરી શકે છે. લોકો એપમાં સબમિટ સજેશન ટેબ દ્વારા પ્રતિસાદ આપી શકે છે. ECINet એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાય છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી આ પ્રક્રિયાનું સીધું નિરીક્ષણ કરશે.

(3:08 PM IST)