<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ડ્રગની લેવડ-દેવડનો નવો કીમિયો: સેન્‍ડલના તળીયામાં છુપાવ્‍યું ૭૯ ગ્રામ ડ્રગ

'ઓપરેશન ક્લીન સ્વીપ' થી થયો પર્દાફાશઃ રાજસ્‍થાન પોલીસને મળી સફળતા

જયપુરઃ રાજસ્થાન પોલીસે 'ઓપરેશન ક્લીન સ્વીપ' હેઠળ એક કુખ્યાત ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. આરોપી ઝાલાવાડથી શિવદાસપુરમાં સેન્ડલના તળિયામાં 79 ગ્રામ ડ્રગ્સ છુપાવીને તસ્કરી કરી રહ્યો હતો. જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે. આરોપીએ એક મંદિરમાં બીજા તસ્કર સાથે સેન્ડલની આપ-લે કરવાની યોજના બનાવી હતી.

રાજસ્થાન પોલીસે એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે જે ખૂબ જ ચાલાકીપૂર્વક ડ્રગની તસ્કરી કરતો હતો. તેણે સેન્ડલના તળિયામાં ડ્રગ્સનું પેકેટ સીવીને તેને ઝાલાવાડથી શિવદાસપુર લાવ્યો હતો. જ્યાં પોલીસે તેની અટકાયત કરી હતી. ડ્રગ પેડલરે સેન્ડલના તળિયામાં 79 ગ્રામ ડ્રગ્સ રાખ્યું હતું અને પછી સેન્ડલને ફરીથી સીવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત આશરે 4 લાખ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આરોપીની ઓળખ રાહુલ ખરે તરીકે થઈ છે. તે ઝાલાવાડના અકલેરાના નયા ગામનો રહેવાસી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આરોપીનો મોબાઇલ ફોન પણ જપ્ત કરીને વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે ઝાલાવાડથી એક યુવાન ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અને આરોપીનું લોકેશન ટ્રેસ કરીને જે બસમાં જઈ રહ્યો હતો તેમાંથી શિવદાસપુરા ખાતે આરોપીને બસમાંથી ઉતારી લેવામાં આવ્યો.

આરોપી રાહુલ ખરેની 'ઓપરેશન ક્લીન સ્વીપ' હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, સમગ્ર તસ્કરીનો ખુલાસો થયો હતો. આરોપીએ ખુલાસો કર્યો કે વાતચીત દરમિયાન કોઈને શંકા ન જાય તે માટે ડ્રગ પહોંચાડવા માટે "ચીઝ" શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ કોડ ખાસ કરીને ફોન કોલ્સ દ્વારા સંપર્ક માટે બનાવવામાં આવ્યો હતો.

આરોપીએ પોલીસ તપાસમાં ખુલાસા કરતા જણાવ્યું હતું કે, જયપુર પહોંચ્યા પછી તે સીધા રીસીવરને મળવાનો નહોતો. પરંતુ યોજના મુજબ તેને મંદિરમાં આમંત્રણ આપવાનો હતો. જેથી કોઈ શંકા કે ઓળખ ન મળે. ત્યારબાદ ડ્રગ અન્ય પેડલરને સોંપવામાં આવશે જે આખા શહેરમાં સપ્લાય કરશે.

પોલીસ હાલમાં આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ આરોપીને ગુનાહિત ઇતિહાસ વિષે પૂછપરછ કરતા તેણે અગાઉ કેટલી વાર આવી ડિલિવરી કરી છે અને તેના નેટવર્કમાં બીજું કોણ કોણ સામેલ છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કયા વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યુ હતું અને તેની પાછળની ગેંગ જવાબદાર છે કે કેમ તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(4:00 PM IST)