<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ઘન પ્રાપ્‍તી માટે રૂમમાં બાળકની બલી ચડવવાની તૈયારી દરમિયાન બાલ સંરક્ષણ વિભાગના દરોડા

બેંગલુરૂની ધ્રુણાસ્‍પદ ઘટનાઃ બાળક ૮ માસ પહેલા દત્તક લેવાયું હોવાનું ખુલ્‍યુ

બેંગલોરના હોસાકોટ તાલુકાના એક ગામ માંથી અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ધન પ્રાપ્તિ માટે એક 8 મહિનાના બાળકની બલી ચડાવવા પરિવાર તૈયાર થયો હતો. આ ઘટનાની જાણ મહિલા અને બાલ સંરક્ષણ વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી બાળકને બચાવી લેવાયું હતું.

કર્ણાટકના બેંગલોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધન પ્રાપ્તિ માટે થતી વિધિમાં પોતાના બાળકની બળી ચડાવવા માટે માતા-પિતા તૈયાર થયા હતા. જયારે બાલ સંરક્ષણ વિભાગની ટિમ સ્થળ પર પહોંચી ત્યારે જોયું કે ઘરના એક રૂમમાં ખાડો ખોદીને બાળકની બલી ચડાવવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી. બાલ સંરક્ષણ વિભાગને એક માહિતી મળી હતી જેમાં હોસાકોટ તાલુકાના જાણતા કોલોની વિસ્તારમાં રહેતા ઇમરાન સૈયદ નામના વ્યક્તિના ઘરે બાળકની બલી ચડાવવાની તૈયારી થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાળકને 8 મહિના પહેલા દત્તક લેવામાં આવ્યું હતું. તેની જ બલી ચડાવવાની તૈયારી કરવામાં આવી હતી.

બાલ સંરક્ષણ વિભાગ દ્વારા બાળકને બચાવીને શિશુ ગૃહ ખાતે મોકલવામાં આવ્યું છે. પૂનમના દિવાસી બાળકની બલી ચડાવવાની તૈયારી કરવામાં આવી હતી. આરોપીઓએ 8 મહિના અગાઉ એક મજુર દંપત્તિ પાસે થી લખાણ કરાવીને બાળલકને દત્તક લીધું હતું. પરંતુ આ બાબતે કોઈ કાનૂની નોંધણી કરાવી ન હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તાપસ હાથ ધરી છે.

(4:29 PM IST)