News of Monday, 5th January 2026
નેપાળમાં બે શહેરોમાં સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીના કારણે ધાર્મિક હિંસા ફાટી નીકળી: મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ અને પથ્થરમારો

દક્ષિણ નેપાળમાં સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીના કારણે હિંસા ભભૂકી ઉઠી હતી. દેખાવકારોએ મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, જેમાં ૭ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
ભારતીય સરહદ નજીક આવેલા દક્ષિણ નેપાળના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના ગંભીર બનાવો બન્યા છે. સોશિયલ મીડિયા પર વિવાદિત ધાર્મિક પોસ્ટના વિરોધમાં દેખાવકારો હિંસક બન્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ એક મસ્જિદમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ હિંસામાં ૭ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્રે હાલમાં આ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે અને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
