<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

૭૪% સુધી વધી શકે છે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું

હાલ ડીએ ૧ જુલાઈ ૨૦૨૫થી ૫૮ ટકા થઈ ચૂક્‍યું છે અને આગામી વધારો ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી થવાનો છે

 

નવી દિલ્‍હી તા.૫: કેન્‍દ્ર સરકાર દર ૧૦ વર્ષે કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનર્સના પગાર, ભથ્‍થા, અને પેન્‍શનની સમીક્ષા કરે છે. સાતમાં પગાર પંચની સમયમર્યાદા ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ પૂરી થઈ રહી હતી એટલે આઠમું પગાર પંચ ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી લાગૂ થશે એવું માનવામાં આવે છે. જો કે સરકારે નવેમ્‍બર ૨૦૨૫માં આઠમાં પગાર પંચના ટર્મ્‍સ ઓફ રેફરન્‍સ(ToR) ને મંજૂરી તો આપી દીધી છે પરંતુ પંચ પોતાની ભલામણો આપવામાં લગભગ ૧૮ મહિના જેટલો સમય લઈ શકે છે. આવામાં જ્‍યાં સુધી કેબિનેટ નવી ભલામણોને મંજૂર ન કરે ત્‍યાં સુધી કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબ પગાર મળતો રહેશે.

આ બધા વચ્‍ચે કર્મચારીઓના મનમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે ટ્રાન્‍ઝિશન પીરિયડમાં પગાર અને ડીએ (મોંઘવારી ભથ્‍થું)નું શું થશે. જૂના અનુભવ જોઈએ તો જ્‍યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે ત્‍યારે સરકાર વચ્‍ચેના સમયનો એરિયર આપે છે. તેમાં વધેલો બેઝિક પે, ભથ્‍થા અને રિટાયરમેન્‍ટ સંલગ્ન લાભ સામેલ હોય છે. આ બધુ નવા ફિટમેન્‍ટ ફેક્‍ટરને આધારે કેલ્‍ક્‍યુલેટ થાય છે. એટલે કે આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ કર્મચારીઓને એક સાથે સારી એવો એરિયર મળે તેવી આશા રહેતી હોય છે.

મોંઘવારી ભથ્‍થા વિશે ચિતા એટલા માટે પણ વધુ છે કારણ કે નવું પગાર પંચ લાગૂ થતા જ જમા થયેલું ડીએ બેઝિક પેમાં મર્જ કરાય ચે અને ડીએ શૂન્‍ય કરીને ફરીથી શરૂ કરાય છે. હાલ ડીએ ૧ જુલાઈ ૨૦૨૫થી ૫૮ ટકા થઈ ચૂક્‍યું છે અને આગામી વધારો ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી થવાનો છે. હાલના નિયમો મુજબ જ્‍યાં સુધી નવું પગાર પંચ લાગૂ  ન થાય ત્‍યાં સુધી દર છ મહિને ડીએ વધતું રહેશે. પરંતુ જેવું ફિટમેન્‍ટ ફેક્‍ટર લાગૂ થશે તો આખુ ડીએ બેઝિકમાં મર્જ થઈ જશે અને નવેસરથી નવા બેઝિક પર ડીએની ગણતરી શરૂ થશે.

આ બધા વચ્‍ચે કર્મચારી સંગઠનોએ એક વૈકલ્‍પિક સૂચન પણ આપ્‍યું છે. ઓલ ઈન્‍ડિયા એનપીએસ એમ્‍પ્‍લોઈઝ ફેડરેશનના અધ્‍યક્ષ મનજીત સિહ પટેલનું કહેવું છે કે જો જાન્‍યુઆરી ૨૦૨૮ સુધી ડીએ લગભઘ ૭૪ ટકા સુધી પહોંચી જાય તો સરકાર આખુ ડીએ ખતમ કરવાની જગ્‍યાએ ૫૦ ટકા ડીએ બેઝિકમાં મર્જ કરે અને બાકી ૨૪ ટકા ડીએ ચાલુ રાખે. જેનાથી મોંઘવારીના દોરમાં કર્મચારીઓના ખિસ્‍સા પર વધુ અસર નહીં પડે. આ સાથે તેમણે ફિટમેન્‍ટ ફેક્‍ટર ૨.૬૪ રાખવાની અને લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે પરિવારના યુનિટ ત્રણથી વધારીને પાંચ કરવાની પણ માંગણી કરી. હવે જોવાનું એ રહેશે કે સરકાર જૂના ફોર્મ્‍યૂલા પર આગળ વધશે કે પછી કર્મચારીઓ માટે કોઈ નવો વચ્‍ચેનો રસ્‍તો કાઢશે.(૩૮.૧૧)

(10:02 AM IST)