<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વેનેઝુએલાની કરન્‍સીના ભૂંડા હાલઃ ભારતના ૫૦૦ રૂપિયા ત્‍યાં કેટલા થશે?

ભારતના ૫૦૦ રૂપિયા ત્‍યાંના ૧૬૦૦ બોલિવર બરાબર

 

નવી દિલ્‍હી તા.૫: અમેરિકા તરફથી પોતાના પડોશી દેશ વેનેઝુએલા પર સૈન્‍ય કાર્યવાહીમાં ત્‍યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેની પત્‍નીની ધરપકડ કરી લીધી છે. એવામાં હવે એવા દેશોની ચિતા વધી ગઈ છે, જેના વેનેઝુએલા સાથે આર્થિક સંબંધો સારા છે, પરંતુ એક સવાલ સોશિયલ મીડિયા પર ઊઠી રહ્યો છે કે, આખરે તેલનો આટલો મોટો ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાની કરન્‍સી આટલી નબળી કેમ છે? તેની તુલના ભારત જેવા દેશની કરન્‍સી સાથે કરવામાં આવે તો તેમાં મોટું અંતર જોવા મળી શકે છે.

આમ તો ભારત અને વેનેઝુએલાના આર્થિક અને રાજકીય સંબંધો સારા રહ્યાં છે. બંને દેશ એકબીજાની સંપ્રભુતાનું સન્‍માન કરે છે. એનર્જી સેક્‍ટરમાં વેનેઝુએલા ભારતનું ભાગીદાર છે. ૨૨ મિલિયન બેરલ કાચું તેલ ભારતે વર્ષ ૨૦૨૪માં આયાત કર્યું હતું. એવામાં વેનેઝુએલા પર અમેરિકન કબજા પછી સંબંધની સાથે એ તમામ ફેક્‍ટર પર પણ અસર જોવા મળશે, જેને લઈને ભારતના વેનેઝુએલા સાથે સંબંધ રહ્યાં છે.

દુનિયામાં ગ્‍લોબલાઇઝેશન પછીથી દુનિયાની કરન્‍સીને માપવા માટેના ઘણાં માપદંડો છે. હાલ આખા દેશમાં ડોલરમાં બિઝનેસ થાય છે. ઘણાં દેશ પોતાની કરન્‍સીનો ઉપયોગ કરે છે. તેની કિમતોમાં દરરોજ વધ-ઘટ જોવા મળે છે. તેનું કારણ ઇન્‍ટરનેશનલ લેવલે થતો વેપાર છે.

વેનેઝુએલાની કરન્‍સીને બોલિવર (VES) કહેવામાં આવે છે. તેનું મૂલ્‍ય એક રૂપિયાની તુલનાએ ૩.૩૪ બોલિવર છે એટલે કે ૫૦૦ રૂપિયાને વેનેઝુએલાની કરન્‍સીમાં જોઈએ તો, ત્‍યાંના ૧૬૫૦ થી ૧૬૯૦ રૂપિયા સુધી થાય. જેથી એમ કહી શકાય કે ભારતના ૫૦૦ રૂપિયા ત્‍યાંના ૧૬૦૦ બોલિવર બરાબર છે.

ગત એક દાયકામાં વેનેઝુએલાની કરન્‍સીમાં ઘણો ઘટાડો થયો છે. તેનું કારણ વેનેઝુએલામાં વધતી મોંઘવારી, આર્થિક આયોજનમાં ખામી અને રાજકીય અસ્‍થિરતા છે. ૨૦૧૭માં વેનેઝુએલાએ આર્થિક નાદારી જાહેર કરી હતી. તેથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વેનેઝુએલા પરથી ઊઠી ગયો. અમેરિકા અને અન્‍ય દેશો તરફથી સહન કરી રહેલા આર્થિક પ્રતિબંધના કારણે પણ વેનેઝુએલાને ઘણું નુકસાન ભોગવવું પડ્‍યું છે. આ તમામની અસર તેલ પ્રોડક્‍શનમાં પણ જોવા મળી છે.(૩૮.૩)

(10:06 AM IST)