<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ત્રણ વર્ષમાં ૫૦થી વધારે ટીવી-ચેનલોને તાળા

OTT પ્‍લેટફોર્મ્‍સનો પરચો, જાયન્‍ટ કંપનીઓએ એમની અનેક ચેનલોનાં લાઇસન્‍સ પાછાં આપી દીધાં

 

મુંબઈ,તા.૦૫: ભારતમાં છેલ્‍લાં ૩ વર્ષમાં પચાસ ટીવી-ચેનલોએ શટર પાડી દીધાં હોવાની જાણકારી સામે આવી છે. ભારતના ટીવી-સેક્‍ટર સામે વધતા પડકારોને કારણે અનેક ટીવી-ચેનલોએ લાઇસન્‍સ પાછાં કર્યાં છે. મોબાઇલ પ્‍લેટફોર્મ્‍સ સાથે કનેક્‍ટ થતાં સ્‍માર્ટ ટીવી, OTT પ્‍લેટફોર્મ્‍સ અને ડિજિટલ વ્‍યુઅરશિપમાં વધારાને કારણે ટીવી-ચેનલોની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે.

મિનિસ્‍ટ્રી ઑફ ઇન્‍ફર્મેશન ઍન્‍ડ બ્રોડકાસ્‍ટિંગના ડેટા પ્રમાણે જિયોસ્‍ટાર, ઝી એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ટરપ્રાઇઝિસ, ઇનાડુ ટીવી, ટીવી ટુડે નેટવર્ક, NDTV અને ABP નેટવર્ક્‍સ જેવા જાણીતા બ્રોડકાસ્‍ટર્સે પણ અમુક ચેનલો માટે લાઇસન્‍સ પાછાં કર્યાં છે. આ સેક્‍ટરના જાણકાર લોકોનું કહેવું છે કે સમૃદ્ધ પરિવારો હવે OTT પ્‍લેટફોર્મનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જ્‍યારે મિડલ ક્‍લાસ અને લોઅર મિડલ ક્‍લાસ ફેમિલી DDની ફ્રી ડિશનો વપરાશ કરી રહી છે. તાજેતરના એક રિપોર્ટની માહિતી પ્રમાણે પેમેન્‍ટ આપીને ખરીદવામાં આવતાં ડાયરેક્‍ટ-ટુ-હોમ (DTH) કનેક્‍શન્‍સનો સબ્‍સ્‍ક્રાઇબર-બેઝ ૨૦૧૯માં ૭.૨૦ કરોડથી ઘટીને ૨૦૨૪માં ૬.૨૦ કરોડ થઈ ગયો હતો અને ચાલુ ફાઇનેન્‍શિયલ યરમાં ૫.૧૦ કરોડ થઈ જવાનો અંદાજ છે.

(10:29 AM IST)