<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ફોર્બ્‍સના ૪૦ અન્‍ડર ૪૦ લિસ્‍ટમાં એકમાત્ર ભારતીય ઝીરોધાના નિખિલ કામથ

આ ૪ ઉદ્યોગ સાહસિકોની સંયુક્‍ત નેટવર્થ ૧૧ અબજ ડોલરથી વધુ : વીસમા સ્‍થાને ૩૯ વર્ષના નિખિલ કામથ છે જેમની કુલ સંપત્તિ ૩.૩ અબજ ડોલર

 

નવી દિલ્‍હી,તા.૦૫: ફોર્બ્‍સ ૪૦ અન્‍ડર ૪૦ લિસ્‍ટમાં ભારતીય મૂળના ૪ અબજોપતિનો સમાવેશ થયો છે, જેમાં નિખિલ કામથ એકમાત્ર ભારતીય છે. ટેક્રોલોજી, ફાઇનેન્‍સ અને આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સમાં પોતાનું નામ બનાવનારા ભારતીય મૂળના ૪ ઉદ્યોગસાહસિકોને આ વૈશ્વિક લિસ્‍ટમાં સામેલ કરવામાં આવ્‍યા છે. ભારતીય મૂળના આ ૪ ઉદ્યોગસાહસિકોની સંયુક્‍ત નેટવર્થ ૧૧ અબજ ડોલરથી વધુ છે. નોંધપાત્ર રીતે નિખિલ કામથ એમાંથી એકમાત્ર ભારતીય ઉદ્યોગસાહસિક છે.

ન્‍યુ યોર્કસ્‍થિત ૩૫ વર્ષના ઉદ્યોગસાહસિક અંકુર જૈન આ લિસ્‍ટમાં ઓગણીસમા ક્રમે છે. તેમની નેટવર્થ ૩.૪ અબજ ડોલર હોવાનો અંદાજ છે. અંકુર જૈન બિલ્‍ટ રિવોર્ડ્‍સના સ્‍થાપક અને ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઑફિસર (CEO) છે. આ એક અનોખું પ્‍લેટફોર્મ છે જે ભાડે રાખનારાઓને પુરસ્‍કાર આપે છે. ખાનગી રોકાણકારોના મતે બિલ્‍ટનું મૂલ્‍યાંકન ૧૦.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. વાર્ટન સ્‍કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકુર જૈનને અમેરિકન ટેક ઇકોસિસ્‍ટમના સૌથી પ્રભાવશાળી યુવા સ્‍થાપકોમાંના એક માનવામાં આવે છે.

આ લિસ્‍ટમાં વીસમા સ્‍થાને ૩૯ વર્ષના નિખિલ કામથ છે જેમની કુલ સંપત્તિ ૩.૩ અબજ ડોલર છે. તેઓ બેન્‍ગલોરસ્‍થિત ડિસ્‍કાઉન્‍ટ બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સહસ્‍થાપક અને CFO છે. ૨૦૧૦માં તેમણે તેમના ભાઈ નીતિન કામથ સાથે ઝીરોધાની સ્‍થાપના કરી હતી, જે હવે ભારતની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ્‍સમાંની એક છે. ફોર્બ્‍સ અનુસાર ઝીરોધાનું મૂલ્‍યાંકન આશરે ૮ અબજ ડોલર હોવાનો અંદાજ છે.

બાવીસ વર્ષના આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા સંયુક્‍ત રીતે લિસ્‍ટમાં ૨૭મા ક્રમે છે. તેઓ વિશ્વના સૌથી નાના અબજોપતિઓમાંના એક છે. બન્ને ૨૦૨૩માં શરૂ કરેલા AI રિક્રૂટમેન્‍ટ સ્‍ટાર્ટઅપ Mercorના સહસ્‍થાપક છે. Mercor સિલિકોન વેલીમાં મુખ્‍ય AI લેબ્‍સને તેમનાં મોડલોને તાલીમ આપવામાં મદદ કરે છે. તેમની વ્‍યક્‍તિગત કુલ સંપત્તિ આશરે ૧૮૨૬ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.(૪૦.૯)

(10:30 AM IST)