<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઓનલાઇન મગાવેલા ફૂડમાં પોતે જ વાળ, માખી, નખ નાખીને ફરિયાદ કરે છે લોકો ?

ઝોમાટોના દીપિન્‍દર ગોયલનો ચોંકાવનારો આક્ષે૫

મુંબઇ, તા.૫: ઈ-કૉમર્સ પ્‍લૅટફૉર્મ્‍સની વાત ચાલી રહી છે ત્‍યારે ઝોમાટોના ચીફ એક્‍ઝિકયુટિવ ઑફિસર દીપિન્‍દર ગોયલનો એક ઇન્‍ટરવ્‍યુ પણ ચર્ચામાં છે. રાજ શમાની નામના વિખ્‍યાત પૉડકાસ્‍ટર સાથેની વાતચીતમાં દીપિન્‍દર ગોયલે કસ્‍ટમરોની ગજબ ચીટિંગ વિશે વાત કરી છે. ગ્રાહકો રીફન્‍ડ મેળવવા કે ફ્રીમાં ફૂડ મેળવવા કેવા-કેવા ફ્રૉડ કરે છે એની વાત કરતાં દીપિન્‍દર કહે છે, ‘અપના બાલ નિકાલા ઔર રખ દિયા... અને પછી કહે કે મેરે ખાને મેં બાલ હૈ, આજકાલ તો આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ એટલે કે AIથી ઇમેજ બનાવી શકાય છે એટલે લોકો ફૂડ પર માખી કે બીજું કોઈ જીવડું કે નખ દેખાડી દે છે અને ફરિયાદ કરે છે. કેક સાજીનરસી ઘરે પહોંચી હોય તો પણ કેટલાક લોકો AIની મદદથી એવું દેખાડે છે કે એ સ્‍મૅશ થઈને આવી છે.' રાજ શમાનીએ જ્‍યારે પૂછયું કે આ બધું રોકવાનો ઉપાય શું ત્‍યારે દીપિન્‍દર ગોયલે કહ્યું કે અમારી પાસે એનું કોઈ સૉલ્‍યુશન નથી.

(4:45 PM IST)