News of Tuesday, 6th January 2026
એચડીએફસી બેંકનો નફો અને ધિરાણમાં વધારો: ત્રિમાસિક પરિણામો જાહેર
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં લોન બુક ૧૨ ટકા વધી * બેંકની ડિપોઝિટમાં પણ ૧૧.૫ ટકાનો વધારો નોંધાયો.

દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે ઓક્ટોબરથી ડિસેમ્બર (નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટર) દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું છે.
બેંકના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન તેમની લોન બુક એટલે કે ધિરાણમાં ૧૨ ટકાનો વધારો થઈને રકમ ૨૮.૪૪ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી છે. આ ઉપરાંત બેંકમાં જમા થતી રકમ (ડિપોઝિટ) માં પણ ૧૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે ૨૮.૫૯ ટ્રિલિયન રૂપિયા થઈ છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
