<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ઈપીએફની પગાર મર્યાદા વધારવાનો નિર્ણય લેવા કેન્‍દ્રને ચાર માસનો સમય

દેશના હજારો કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્દેશ આપ્‍યો

 

નવી દિલ્‍હી,તા.૦૬: દેશના હજારો કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે કેન્‍દ્ર સરકારને કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન (ઈપીએફઓ ) યોજના માટે પગાર મર્યાદામાં બદલાવ લાવવા ચાર મહિનાનો સમય આપ્‍યો છે. ઈપીએફઓમાં સામેલ થવા માટે કર્મચારીઓની પગાર મર્યાદા ૧૧ વર્ષથી યથાવત છે.

આ અંગે સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્‍ચે આ આદેશ આપ્‍યો હતો. બેન્‍ચે અરજદારને બે અઠવાડિયામાં કેન્‍દ્ર સરકારને પોતાનું પ્રતિનિધિત્‍વ અને કોર્ટના આદેશની નકલ સુપરત કરવાનો નિર્દેશ આપ્‍યો હતો.તેની બાદ કેન્‍દ્ર સરકારે ચાર મહિનાની અંદર આ બાબતે નિર્ણય લેવો પડશે. અરજદારે દલીલ કરી હતી કે ચ્‍ભ્‍જ્‍બ્‍ યોજના હાલમાં એવા કર્મચારીઓને બાકાત રાખે છે જેમનો માસિક પગાર રૂપિયા ૧૫,૦૦૦ થી વધુ હોય. તેમજ આ મર્યાદા છેલ્‍લે ૨૦૧૪ માં સુધારવામાં આવી હતી. એટલે કે ૧૫,૦૦૦ થી વધુ વેતન મેળવતો કર્મચારી આ યોજનાના લાભથી વંચિત રહે છે.

આ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્‍લા ૭૦ વર્ષોમાં EPF યોજના માટે પગાર મર્યાદામાં ફેરફાર ખૂબ જ અનિયમિત રહ્યા છે. કેટલીકવાર આ તફાવત ૧૩-૧૪ વર્ષ જેટલો લાંબો રહ્યો છે. ફુગાવો, લઘુત્તમ વેતન અથવા માથાદીઠ આવક જેવા આર્થિક સૂચકાંકોને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા નથી. પરિણામે આજે પહેલા કરતાં ઓછા કર્મચારીઓને EPF યોજનાનો લાભ મળી રહ્યો છે.

આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્‍યું હતું કે વર્ષ ૨૦૨૨ માં EPFO પેટા-સમિતિએ પગાર મર્યાદા વધારવા અને યોજનામાં વધુ કર્મચારીઓનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને સેન્‍ટ્રલ બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કેન્‍દ્ર સરકારે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે પગાર મર્યાદા વધારવામાં વિલંબનું મુખ્‍ય કારણ સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા રહી છે.(૪૦.૧૦)

(10:33 AM IST)