News of Tuesday, 6th January 2026
ભજન ખુદ કરો, ભોજન અન્યને કરાવો : પૂ. મોરારીબાપુ
બિહારમાં આયોજીત ‘‘માનસ શૃંગિ રૂષિ'' શ્રી રામકથાનો આજે ચોથો દિવસઃ દરરોજ કથા શ્રવણમાં ઉમટતા ભાવિકો

રાજકોટ, તા. ૬ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને બિહારમાં ‘‘માનસ શૃંગિ રૂષિ'' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું છે કે શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો છે કે બાપુ હું પંદર વર્ષથી આપની કથા સાંભળુ છું, આપની પાસે કદી આવ્યો નથી. કથા સાંભળવાનું પરિણામ શું ? જવાબઃ કથા સાંભળવાથી જીવનનો અર્થ -એટલે કે પૈસા નહીં ! પણ જીવન નો અર્થ સમજાય છે, નાની-મોટી કામનાઓ પૂર્ણ થાય છે અથવા, કામના મુકત થશો અને કથા આપણને સૌને સાચા અર્થમાં સર્વબંધનોથી મુકત કરે છે. માટે નાનકદેવ કહે છે એમ ખુબ સાંભળો, સાંભળો, સાંભળો કબીર પણ કહે છે કે ‘સુનો ભાઇ સાધો' શ્રવણનો ખુબ મોટો મહિમા છે અને શ્રવણ કર્યા પછી એનું મનન કરવું અને એ પછી ધ્યાન કરવું.
હું પોતે કથા સાંભળુ છું, મને સાંભળું છું, જોઉં છું, સમજાું છું કે મારી ખામીઓ કેટલી દૂર થઇ ? સત્ય, પ્રેમ, કરૂણાનું જે ત્રિસુત્ર છે એને ઉલટુ કરી વાંચીએ તો પ્રથમ કરૂણા છે. પ્રથમ કરૂણાનો જન્મ થાય છે. કુબુધ્ધિ જડ છે, બુધ્ધિના જુદા જુદા પડાવ છે. સુમતિ ને શિખર પર પ્રજ્ઞા છે. પ્રજ્ઞા સુક્ષ્મ છે. પરમાત્માની કથા જે સાંભળે છે એની જડમતિ-જડબુધ્ધિ ધીરે-ધીરે સૂક્ષ્મ થાય છે.
અંધારાનું પણ એક અજવાળુ હોય છે. જે લોકો ગામડામાં રહ્યા છે અથવા તો રહે છે એને ખ્યાલ હશે જ કે અંધકારનો પણ અંજવાસ હોય છે. વિશ્વની મહાનતમ-પરમ ઘટનાઓ અંધકારમાં જ જન્મી છે. અહીં જે પરમ ઘટના ઘટી છે તે અંધારામાં જ ઘટી છે. મા ના ગર્ભમાં પણ અંધકાર છે, અંધકારથી પ્રકાશમાં બાળક આવતરિત થાય છે, ચેતના પ્રગટય છે. ભગવાન કૃષ્ણ કારાગારમાં જન્મ્યા, પોતે પણ કાળા, અમારા પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે આપણે ત્યાં જુદા જુદા પ્રમાણોની મહિમા છે. એમાંથી મેં સાત પ્રમાણે તારવ્યા છે. જેને હું પ્રમાણ સપ્તક કહું છું. (૧) વૈદિક પ્રમાણ (ર) વાલ્મિીકી રામાયણ પ્રમાણ (૩) મહાભારત પ્રમાણ (૪) ભગવદ્્ ગીતા પ્રમાણ (પ) ઉપનિષદ પ્રમાણ (૬) તુલસીજી પ્રમાણ (માનસ પ્રમાણ) અને (૭) અંતઃ કરણની પ્રવૃતિ પ્રમાણ. (૯.રપ)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
