<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

યુપીના યુવાનો માટે યોગી સરકારની 'નવા વર્ષની ભેટ': ૨૧ દિગ્ગજ કંપનીઓમાં ખુલશે ૧૦,૦૦૦ નોકરીઓના દ્વાર

કેબિનેટ બેઠકમાં 'GCC પોલિસી-૨૦૨૪' ના નિયમોને મળી લીલી ઝંડી; આઈટી, રિસર્ચ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે હાઈ-સ્કિલ્ડ નોકરીઓનો આવશે પૂર, જાણો કોને મળશે લાભ

લખનૌ: ઉત્તર પ્રદેશમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે મંગળવારનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 'યુપી ગ્લોબલ કોમ્પિટન્સ સેન્ટર (GCC) પોલિસી-૨૦૨૪' ના અમલીકરણ માટેના નિયમો-૨૦૨૫ ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં ૨૧ જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓ રાજ્યમાં રોકાણ શરૂ કરી રહી છે, જે સીધી રીતે ૧૦,૦૦૦ થી વધુ ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરશે.

રોકાણ માટે લાલ જાજમ અને નોકરીની તકો

ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ નંદીએ જણાવ્યું કે, આ પોલિસી દ્વારા આઈટી, ફાઈનાન્સ, ડિઝાઇન અને એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ ક્ષેત્રોમાં રોકાણને વેગ મળશે. કંપનીઓને આકર્ષવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, સબસિડી અને ઈપીએફ (EPF) રિઇમ્બર્સમેન્ટ જેવા આર્થિક પ્રોત્સાહનો પણ આપશે. 'ઇન્વેસ્ટ યુપી' ને આ સમગ્ર પ્રક્રિયા માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે, જે કંપનીઓ અને યુવાનો વચ્ચે સેતુ બનીને કામ કરશે.

(8:43 PM IST)