<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

દિલ્હીમાં મસ્જિદ પાસે દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો: પોલીસકર્મીઓ ઘાયલ

સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા

દિલ્હીમાં ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી પોલીસ અને પાલિકાની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

દિલ્હીના સુંદરનગરી વિસ્તારમાં મસ્જિદ પાસે થયેલા ગેરકાયદે બાંધકામને તોડવા માટે મધરાતે દિલ્હી પોલીસ અને એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન) ની ટીમ પહોંચી હતી. 

આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોનું ટોળું ઉગ્ર બની ગયું હતું અને પોલીસ ટીમ પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને આંસુ ગેસના ગોળા પણ છોડવા પડ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(9:47 AM IST)