News of Wednesday, 7th January 2026
યુરોપમાં ભારે બરફવર્ષાથી જનજીવન ઠપઃ ૫નાં મોત
ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડી : રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી ખોરવાઈઃ સેંકડો ફલાઇટ્સ રદ થતાં મુસાફરો ફસાયાઃ ફ્રાન્સનાં છ એરપોર્ટ બંધ, નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં રેલવે વ્યવહાર ખોરવાયો

લંડન,તા.૦૭: ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં મંગળવારે ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડીને પગલે રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી ફ્રાન્સમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયાં હતાં અને સેંકડો ફલાઇટ્સ રદ થઈ હતી. રસ્તા પર બરફના સ્તર જામી જતાં ટ્રાફિકની સ્થિતિ ભયાનક બનતાં ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘણા દેશોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. પેરિસમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. ફ્રાન્સના છ એરપોર્ટ બંધ રાખવા પડ્યા હતાં. બ્રિટનમાં રાત્રે તાપમાન ગગડીને માઈનસ ૧૨.૫ ડિગ્રી પહોંચ્યું હતું. દક્ષિણપヘમિ ફ્રાન્સના લેસ લેન્ડેસ પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં. પેરિસની નજીક આવેલ ઇલે-દ-ફ્રાન્સ પ્રદેશમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં. સોમવારે ભારે બરફવર્ષાના કારણે ટ્રાફિક જામ થયો હોવાથી અધિકારીઓએ ટ્રકોને રસ્તા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.
ભારે બરફવર્ષાને કારણે ફ્રાન્સના ઉત્તર અને પヘમિમાં છ એરપોર્ટ બંધ કરવા પડ્યા હતાં અને યુરોપ ખંડના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવતા પેરિસ એરપોર્ટ પર સેંકડો ફલાઇટ્સ રદ કરાઈ હતી. તેનાથી વિમાન મુસાફરો ફસાયાં હતાં. નેધરલેન્ડ્સમાં બરફ પડવાને કારણે રાજધાની એમ્સ્ટરડેમના શિફોલ એરપોર્ટે પર આશરે ૪૦૦ ફલાઇટ્સ રદ કરાઈ હતી. સોમવારે પણ એમ્સ્ટરડેમમાં સેંકડો ફલાઇટ્સ રદ કરાઈ હતી. ચાલુ સપ્તાહના બાકીના સમયગાળામાં પણ અહીં ભારે બરફવર્ષાની આગાહી કરાઈ હતી. એમ્સ્ટરડેમ એરપોર્ટથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું, કારણ કે રેલવે સિસ્ટમમાં વહેલી સવારે સોફટવેર ખામી સર્જાતા રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો.
બર્ફીલા વાતાવરણને કારણે એમ્સ્ટરડેમની આસપાસના રૂટ મોટાભાગે બંધ રહ્યા હતાં. ઇટાલીના રોમમાં અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે ટાઇબર નદીમાં પૂર આવ્યું હતું. તેનાથી પોપ લીઓની નાતાલની ઉજવણીઓના રંગમાં ભંગ પડ્યો હતો. બરફવર્ષાને કારણે બ્રિટનમાં રાત્રે તાપમાન ગગડીને માઈનસ ૧૨.૫ ડિગ્રી પહોંચ્યું હતું. બરફવર્ષાને કારણે રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી અને ઉત્તરીય પ્રદેશોમાં સેંકડો શાળાઓ બંધ રખાઈ હતી.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
