News of Thursday, 8th January 2026
અમેરિકાના સંરક્ષણ બજેટમાં ૭૦ ટકાનો તોતિંગ વધારો: ૨૦૨૭માં બજેટ ૧.૫ ટ્રિલિયન ડોલર થશે: ન્યુઝ ફર્સ્ટ
વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને અમેરિકાની સૈન્ય તાકાતને અજેય બનાવવાના ભાગરૂપે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક વધારાની જાહેરાત કરી

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટેરિફમાંથી થતી જંગી આવકને કારણે અમેરિકાનું સંરક્ષણ બજેટ ૨૦૨૭માં વધારીને ૧.૫ ટ્રિલિયન ડોલર કરવામાં આવશે, જે વર્તમાન બજેટ કરતાં ૭૦ ટકાનો જમ્પ દર્શાવે છે.
વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને અમેરિકાની સૈન્ય તાકાતને અજેય બનાવવાના ભાગરૂપે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક વધારાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૭ માટે અમેરિકાનું મિલિટરી બજેટ વધારીને ૧.૫ ટ્રિલિયન ડોલર (૧.૫ લાખ કરોડ ડોલર) કરવામાં આવશે. આ વધારો વર્તમાન બજેટની સરખામણીએ લગભગ ૭૦ ટકા જેટલો તોતિંગ છે.
ટ્રમ્પે આ વધારા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફ (આયાત જકાત) ને કારણે અમેરિકાને "જબરદસ્ત" મહેસૂલી આવક થઈ છે. તેમણે કહ્યું કે આ વધારાથી અમેરિકા એક 'ડ્રીમ મિલિટરી' તૈયાર કરી શકશે જે દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. લાંબી મંત્રણાઓ બાદ તેમણે નક્કી કર્યું છે કે દેશના હિતમાં બજેટ ૧ ટ્રિલિયન ડોલરથી વધારીને ૧.૫ ટ્રિલિયન ડોલર કરવું અનિવાર્ય છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
