<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

અમેરિકામાં સિંગલ ફેમિલી હોમ્‍સ ખરીદવા પર પ્રતિબંધઃ બ્‍લેકસ્‍ટોન જેવી કંપનીઓને મોટો ફટકોઃ શેરમાં કડાકો

મોટા સંસ્‍થાકીય રોકાણકારોને ‘સિંગલ ફેમિલી હોમ્‍સ' એટલે કે સામાન્‍ય પરિવારો માટેના મકાનો ખરીદવાની મંજૂરી આપવામાં આવશે

વોશિંગ્‍ટન, તા.૮: રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે મધ્‍યમ વર્ગ માટે ઘર ખરીદવું સરળ બનાવવા માટે મોટા સંસ્‍થાકીય રોકાણકારો દ્વારા મકાનોની ખરીદી પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. આ સમાચાર બાદ બ્‍લેકસ્‍ટોન જેવી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે.

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે હાઉસિંગ માર્કેટમાં એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેતા જાહેરાત કરી છે કે હવેથી મોટા સંસ્‍થાકીય રોકાણકારો (ઇન્‍સ્‍ટિટયુશનલ ઇન્‍વેસ્‍ટર્સ)ને સિંગલ ફેમિલી હોમ્‍સ એટલે કે સામાન્‍ય પરિવારો માટેના મકાનો ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર જણાવ્‍યું હતું કે લોકો ઘરોમાં રહે છે, કોર્પોરેશન્‍સ નહીં. તેમનો હેતુ સામાન્‍ય અમેરિકન પરિવારો માટે ઘર ખરીદવાનું સસ્‍તું અને સરળ બનાવવાનો છે.

આ જાહેરાતની ગણતરીની મિનિટોમાં જ શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. રિયલ એસ્‍ટેટ ક્ષેત્રની દિગ્‍ગજ કંપની બ્‍લેકસ્‍ટોનના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને અહેવાલો મુજબ કંપનીના માર્કેટ કેપમાંથી લગભગ ૧૭ અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

પ્રોપર્ટી માર્કેટમાં આ સમાચારથી સોપો પડી ગયો છે. રાષ્‍ટ્રપતિએ સ્‍પષ્ટ કર્યું છે કે મોટી કંપનીઓ દ્વારા મકાનોના જથ્‍થાબંધ સંગ્રહને કારણે કિંમતો વધી રહી હતી, જેને રોકવા માટે આ તાત્‍કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ અંગેનો કાયદો બનાવવા માટે તેઓ કોંગ્રેસને પણ અપીલ કરશે.

(12:16 PM IST)