News of Thursday, 8th January 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
આ વાતને થોડી ગહનતાથી સમજોઃ મનુષ્યમાં કામની વાસના પેદા થાય છે, કારણ કે તેને સ્વ-રસ મળ્યો નથી. સ્વ-રસ ન મળવાથી, પર-રસ મેળવવાનો ભાવ જન્મે છે.
તે જ પ્રમાણે મનુષ્યમાં ધનની વાસના પણ પેદા થાય છેラ મારી પાસે ધન હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય... કારણ કે મનુષ્યના અંતરમાં હીનતાનો ભાવ હોય છે. મનોવૈજ્ઞાનિક આ વાત સાથે સહમત છે.
મનોવૈજ્ઞાનિક કહે છે - જે લોકો હીનતાની ગ્રંથિથી પીડિત છે, તેઓ ધન પાછળ, પદ પાછળ પાગલ હોય છે. મનુષ્ય ધનના ઢગલા પર બેસવા ઇચ્છે છે.
શા માટે? કારણ કે તેના અંતરમાં સ્વયંના મહિમાનો જરા અમથો પણ બોધ નથી. તેથી મનુષ્ય વિચારે છે કે બાહ્ય ઉપકરણોથી થોડી અક્કડ બતાવે.
ધનના સહારે ઘોષણા કરે કે પોતે પણ કંઈક છે.
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
