News of Friday, 9th January 2026
ઈમિગ્રેશન અધિકારીએ મહિલાને ગોળી મારતાં મોત : ટ્રમ્પ વહીવટીતંત્ર સામે રોષ
મિનેપોલિસમાં ઇમિગ્રન્ટ્સ સામે આકરી કાર્યવાહી દરમિયાન ઘટના બનીઃ ટ્રમ્પે બચાવ કર્યો

મિનેપોલિસ તા.૯: અમેરિકાના મિનેપોલિસમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ દ્વારા વિદેશી વસાહતીઓ વિરુદ્ધ શરૂ કરાયેલી આકરી કાર્યવાહી દરમિયાન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના એક અધિકારી દ્વારા ૩૭ વર્ષીય અમેરિકન મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને રાજ્યના ગવર્નરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જોકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાનો બચાવ કર્યો છે.
મિનેપોલિસના રહેણાંક વિસ્તારમાં ICEના અધિકારીઓએ એક કારને રોકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મુજબ, એક વાહન આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે એક અધિકારીએ અત્યંત નજીકથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં રેની નિકોલ મેકલિન ગુડ નામની મહિલાનું માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ સ્થાનિક અને રાજ્ય સ્તરના અધિકારીઓએ ICEને તાત્કાલિક રાજ્ય છોડી દેવા માંગ કરી છે. જોકે, હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સ્પષ્ટ કર્યું છે કે એજન્ટો ત્યાં જ રહેશે. તેમણે આ ઘટનાને ત્ઘ્ચ્ અધિકારીઓ વિરુદ્ધ ‘‘ઘરેલું આતંકવાદ'' ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ડ્રાઈવરે અધિકારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીનો બચાવ કર્યો છે.
બીજી તરફ, મિનેપોલિસના મેયર જેકબ ફ્રેયે સેક્રેટરી નોએમના દાવાને ‘‘વાહિયાત'' ગણાવતા કહ્યું કે, ‘‘વિડીયો જોયા પછી સ્પષ્ટ થાય છે કે આ સ્વબચાવની વાત તદ્દન ખોટી છે.'' શહેરમાં વિરોધ પ્રદર્શન અને ભયનો માહોલ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઝણ્લ્ ના જણાવ્યા અનુસાર, ૨,૦૦૦થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૧,૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેંકડો લોકોએ મૃતક મહિલાની યાદમાં કેન્ડલ માર્ચ કાઢી હતી અને ‘‘ICE આઉટ ઓફ મિનેસોટા'' ના નારા લગાવ્યા હતા. આ ઘટના ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ વિવિધ શહેરોમાં ચાલી રહેલી ઇમિગ્રેશન કામગીરીમાં થયેલું પાંચમું મૃત્યુ છે. હાલમાં એફબીઆઈ (FBI) અને સ્ટેટ ઓથોરિટીઝ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
