<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગર્ભપાત માટે પતિની પરવાનગી જરૂરી નથીઃ હાઈકોર્ટ

કોર્ટે ચૌદ અઠવાડિયાની ગર્ભાવસ્‍થાને ગર્ભપાત કરાવવા બદલ એક મહિલાને નિર્દોષ જાહેર કરી

નવી દિલ્‍હી,તા.૦૯: દિલ્‍હી હાઈકોર્ટે એક કેસમાં ચુકાદો આપ્‍યો છે કે ગર્ભપાત માટે પતિની પરવાનગી જરૂરી નથી. કોર્ટે ચૌદ અઠવાડિયાની ગર્ભાવસ્‍થાને ગર્ભપાત કરાવવા બદલ એક મહિલાને નિર્દોષ જાહેર કરી, સ્‍પષ્ટતા કરી કે ષીને તેની ઇચ્‍છા વિરુદ્ધ ગર્ભાવસ્‍થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી.

જસ્‍ટિસ નીના બંસલ કૃષ્‍ણાની આગેવાની હેઠળની બેન્‍ચે જણાવ્‍યું હતું કે આવું પગલું ષીના શરીર પરના અધિકારનું ઉલ્‍લંઘન કરે છે અને તેના માનસિક આઘાતમાં વધારો કરે છે. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. કોર્ટે વૈવાહિક વિખવાદના કિસ્‍સાઓમાં ષીના ગર્ભપાતના સ્‍વાયત્ત અધિકારને સમર્થન આપ્‍યું અને કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૧૨ ની કોઈ જોગવાઈ આને લાગુ પડતી નથી.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્‍સી એક્‍ટ હેઠળ, ગર્ભપાત માટે પતિની સંમતિ લેવી જરૂરી નથી. મહિલાએ સેક્‍શન કોર્ટના કલમ ૩૧૨ હેઠળ મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં હાજર થવાના આદેશને પડકાર્યો હતો. તેણીએ પ્રજનન સ્‍વાયત્તતા અને ગોપનીયતાના તેના અધિકારનો ઉલ્‍લેખ કર્યો હતો.

દિલ્‍હી હાઈકોર્ટે, વચગાળાના ભરણપોષણ ભથ્‍થા સંબંધિત એક મહત્‍વપૂર્ણ કેસ પર ટિપ્‍પણી કરતા જણાવ્‍યું હતું કે આ તબક્કે એવું માનવું યોગ્‍ય નથી કે પત્‍ની કમાઈ રહી છે અથવા પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું હતું કે પત્‍નીને ફક્‍ત દાવાના આધારે કમાનાર ગણી શકાય નહીં જ્‍યાં સુધી તેને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા ન હોય. કોર્ટે નોંધ્‍યું હતું કે મહિલાનું શિક્ષણ ફક્‍ત ૧૧મા ધોરણ સુધીનું છે. એવું માનવું યોગ્‍ય નથી કે તે કોઈ પુરાવા વિના કમાઈ શકે છે

 

(10:47 AM IST)