<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

નગર મેં જોગી આયા...,અગડ બમ, અગડ બમ...,હર હર મહાદેવ...ગીતોના નાદથી ગુંજી ઉઠયું સોમનાથ જ્‍યોર્તિલિંગ દેવાલય

સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો ભવ્‍યાતિભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમઃ શિવ આરાધનાના ગીતો સાથે શિવભક્‍તિના રંગે રંગાયા પ્રેક્ષકો : સાંસ્‍કળતિક કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાની ઉપસ્‍થિતિ : કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે આપણી સંસ્‍કળતિ અને સનાતન ધર્મના અહોભાવ સાથે સંગીતના સૂર છેડ્‍યાઃ સાંઈરામ દવેએ સાહિત્‍યની પ્રસ્‍તુતિ કરી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૯: સોમનાથ સ્‍વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્‍યાતિભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્‍તા મંત્રી સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ડો. પ્રદ્યુમન વાજા અને શ્રી કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા.

સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્‍યાતનામ કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી જીગરદાન ગઢવી અને શ્રી ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્‍કળતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્‍તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્‍થિત પ્રેક્ષકો મંત્રમુગ્‍ધ બની શિવ ભક્‍તિમાં લીન બન્‍યા હતા અને સંગીતમાં ઝૂમ્‍યા હતા. પ્રેક્ષકોએ પણ આત્‍મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્‍તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્‍યો હતો. સાંઈરામ દવેએ સાહિત્‍યની પ્રસ્‍તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્‍થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી.

કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્‍યોર્તિલિંગનું દેવાલય, આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્‍ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્‍તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારીયા, સચિવો આલોક પાંડે, ટી. નાગરાજન,  દિલીપ રાણા, સોમનાથ કલેક્‍ટર આઈ.એ. ઉપાધ્‍યાય સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

આજે રાત્રીના કાર્યક્રમ

સોમનાથ સ્‍વાભિમાન પર્વ અન્‍વયે વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૦૯ ના રોજ  રાજભા ગઢવી, કીર્તિ સાગઠીયા અને હાર્દિક દવે તથા તા.૧૦ ના રોજ હંસરાજ રઘુવંશી, બ્રીજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોના કાર્યક્રમ યોજાનાર છે. ત્‍યારે આ કાર્યક્રમો નિહાળવા પધારવા સોમનાથ દર્શનાર્થે આવેલા ભાવિકો અને સોમનાથ વાસીઓને ગીર-સોમનાથ  વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(11:56 AM IST)